તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અંસાર માર્કેટ, ઉમરવાડા ફાટક પાસે 3 ફૂટ ખાડા, વાહન પસાર કરવું મુશ્કેલ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ પૂર્વે બનેલા આ માર્ગ ઉપરથી વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ જ નથી

અંકલેશ્વર ચોમાસાની હજી જમાવટ થઈ નથી તે પૂર્વે જ માર્ગ ના ખસતા હાલ થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અંકલેશ્વર ના ઉમરવાડા, આલુજ ,પાનોલી ,સફી પુરા ગામ ને જોડાતા ઉમરવાડા ફાટક રોડ પર માર્ગ નહિ પણ વરસાદ ના પાણી તળાવ નું સામ્રાજ્ય માર્ગો પર જોવા મળી રહ્યું છે.

માર્ગ એટલી હદે ખોવાઈ ગયા છે કે ગાડી 2 ફૂટ થી વધુ અંદર પાણી પસાર થાય છે. અહીં માર્ગ પાસે થયેલા અતિક્રમણ પણ એટલા જ જવાબદાર છે. પાણીનો નિકાલ નહીં થતો માર્ગ પર પાણીનો ભરાવો થયો છે. જેને લઇ વાહન ચાલકો પાણી આ ખાડા માંથી પસાર થવું પડી રહ્યું છે.

રીક્ષા બગાડવા ની સાથે સાથે બાઈક ચાલકો પટકાઈ રહ્યા છે તો ફાટક થી ઉમરવાડા ગામ સુધી જતા માર્ગ પર પણ ઠેર ઠેર ગાબડાં પડ્યા છે. ત્યારે રો મટીરીયલ માં ક્ષતિ ને લઇ નુકસાન થયું હોવાની ફરિયાદ પણ ગ્રામજનો એ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...