તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દાહોદની પી ગોલ્ડ કંપની બોગસ ચેક કેસમાં વધુ એક ઠગ ઝડપાયો

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ગોધરાથી 2 અને મુંબઈથી એક ગઠિયો ઝડપાયો હતો
  • જીઆઇડીસી વહીવટી સંકુલના બોગસ ચેક બનાવી ઠગાઇ કરી હતી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ના ખાતામાંથી દાહોદની પી ગોલ્ડ કંપની દ્વારા આ ચેક દાહોદ બેન્ક ઓફ બરોડાના ખાતા ડુપ્લિકેટ ચેકની મદદથી 74.24 લાખ રૂપિયા છેતરપિંડી કરાઇ છે.

તપાસ દરમિયાન દાહોદની પી.ગોલ્ડ નામની કંપની દ્વારા આ ચેક નાખવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ બનાવ અંગે જી.આઈ.ડી.સી.ના રિજિયોનલ મેનેજર ધવલ વસાવા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંકલેશ્વર ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પી.આઈ તેમજ તેમની ટીમે તપાસ આરંભી હતી.

ગણતરી ના દિવસો માં આ પી. ગોલ્ડ નામની બનાવતી કંપની માં 2 ભેજાબાજો ને દાહોદ ના ગોધરા ખાતે થી ઝડપી પાડ્યા હતા. પોલીસે ડુપ્લીકેટ ચેક બનાવી નાણાની ઉચાપત કરનાર બે સગા ભાઈઓની ધરપકડ કરી હતી . મુંબઈ ખાતેથી આ ચેક કુરિયર કરનાર મનોહર ભાઈ શંકરભાઈ પાટીલ રહેવાસીપાળ બિલ્ડીંગ. વાશી મુંબઈ ના ની ધરપકડ કરી ને જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ હાથ ધરી છે જેમાં આજરોજ જીઆઇડીસી પોલીસે વધુ એક આરોપી સંદીપ બ્રાહ્મણ જૈન ઉર્ફે નિખિલ ચંદ્રકાંત શાહ રહે રુસ્તમ જે પી રોડ, દહીસર મુંબઈ થી ધરપકડ કરી હતી પોલીસે તેની બોગસ ચેક પ્રકરણ માં વધુ પૂછપરછ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...