તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:અંકલેશ્વરમાં વધુ એક સગીરાનું પ્રેમજાળમાં ફસાવી અપહરણ

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાની માતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

અંકલેશ્વર તાલુકામાં વધુ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવાન ભગાડી જતાં સગીરાના પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પરપ્રાંતીયોના રહેણાંક વિસ્તારમાં આ ઘટના પ્રકાશમાં આવી છે. સગીરાની માતાએ આ મામલે તાલુકા પોલીસ મથકે યુવાન વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી.

અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પરપ્રાંતિયોના વિસ્તારમાંથી 14 વર્ષ થી નાની સગીરાને પ્રેમ સબંધની માયાજાળ ફસાવી મનીષ કુમાર રાજેશ ગૌતમ નામનો યુવાન ઘર આંગણે સગીરાને લગ્ન ની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે માતા દ્વારા તેની શોધખોળ કરવા છતાં ના મળી આવતા અંતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે મનીષ ગૌતમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો