કાર્યવાહી:અંકલેશ્વરમાંથી ચોરી થયેલી વધુ એક કાર MPમાંથી મળી

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાંથી કંઈ ન મળતાં તસ્કરો કાર ચોરી ગયા હતા
  • અગાઉ મર્સિડીઝ કાર પણ મળી આવી હતી

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ગણેશ પાર્ક-2માં રહેતા નિર્મલ શાહ પરિવાર સાથે પશ્ચિમ બંગાળ ખાતે ગયા હતા. દરમિયાન 14મી નવેમ્બરે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી કંઈ હાથ ન લાગતાં રેનોલ્ટ ક્વીડ કારની ચાવીથી મકાન બહાર પાર્ક કરેલી કવીડ કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

જે તે વખતે જીઆઇડીસી પોલીસે તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન કવીડ કાર મધ્યપ્રદેશમાં અવાવરું જગ્યા એ થી મધ્ય પ્રદેશ પોલીસે બિનવારસી હાલતમાં મળી આવી હતી, જે અંગેની જાણ જીઆઇડીસી પોલીસ ને કરવામાં આવતી જીઆઇડીસી પોલીસ ટ્રાન્સફર વોરન્ટ પર મધ્ય પ્રદેશ થી લઇ આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે બે દિવસ પૂર્વે જ મધ્ય પ્રદેશ ની આજ દિવસે માનવ મંદિર નજીક પારસ સોસાયટી માંથી ચોરાયેલ મર્સીડીઝ કાર પણ મળી હતી. 14મી નવેમ્બરે તસ્કરોએ એક સાથે ત્રણ સ્થળે ચોરી કરી બે કાર અને રોકડની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...