કોરોના ઇફેક્ટ:અંકલેશ્વરમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા : એકનું સારવારમાં મોત

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મીટર 689 થયું : 580 દર્દી સાજા થયા, 101 દર્દી સારવારમાં

અંકલેશ્વર શહેર અને તાલુકામાં દિનપ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસને લઇ લોકોમાં એક તરફ ભય જોવા મળી રહ્યો છે. તો કેટલાક લોકો હજી પણ સરકારની ગાઇડ લાઇનનું ઉલંઘન કરતા દેખાઇ છે. કોરોનાના અંકલેશ્વરમાં વધુ 8 દર્દી નોંધાયા છે. જયારે 1 દર્દીનું કોરોલામાં મોત થયું છે. ચોરોના મીટર 689 પર પહોંચ્યું ગયું છે. 580 દર્દી સાજા થયા છે. જયારે 101 દર્દી હજી સારવાર હેઠળ છે.

અંકલેશ્વરમાં કોરો નાનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. સુત્ત બીજા દિવસે પણ કોરોનાના 8 દર્દી નોંધાયા છે. જેમાં ગુરુવારના રોજ નોંધાયેલા કોરોના દર્દીમાં જીઆઇડીસી ખાતે આવેલા વેદ એપાર્ટમેન્ટમાં 1, ગાર્ડનસીટી જીતાલી ખાતે -1, સદ્ભાવ સોસાયટી ગડ ખોલ ખાતે 1, ભડકોદ્રા વૃંદાવન સોસાયટી ખાતે -1, જુના દિવા ગાંધી ચોક ખાતે -1, કોસમડી રામેશ્વર રેસીડન્સી ખાતે -1 અને સાંઈ શ્રદ્ધા રેસીડન્સી ખાતે 1 ચોરોના દર્દી નોંધાયો છે.

તો અંકલેશ્વર શહેરમાં 3 દિવસ બાદ ફરી કેશવ પાર્ક ખાતે કોરો નાનો એક દર્દી સમયે આવ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વર મોદી નગર ખાતે રહેતા 85 વર્ષીય સન્મુખલાલ નાથુભાઈ મોદી ગત 12 મી સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. જેમનું સારવાર દરમિયાન 17 મી સપ્ટેમ્બરના રોજ જયા બહેન મોદી હોસ્પિટલ ખાતે મોત નિપજયુ હતું.

અન્ય સમાચારો પણ છે...