રજૂઆત:ગ્રામ પંચાયતની ચુંટણીની યાદીમાં ચાલુ વર્ષે નવા નોંધાયેલા મતદારોના નામ સામેલ ન થતાં નારાજગી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય માં આવનારા ડીસેમ્બર મહિના માં અનેક ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે. અને તે માટે પંચાયતોમાં મતદાર યાદી ઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. પરંતુ જાહેર થયેલી મતદાર યાદી માં ચાલુ વર્ષ માં ૧૬,જાન્યુઆરી-૨૧ પછી નવા નોંધાયેલા મતદારો ના નામ સામેલ ના કરતા ભારે નારાજગી દેખાઈ રહી છે.

અંકલેશ્વર તાલુકાના 8000 નવા મતદારો સહીત રાજ્યના અનેક મતદારો ના નામ સામેલ ન હોવાથી થયેલ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી. આ મતદારો ના નામો કેન્દ્ર ચુંટણી પંચ ની યાદી માં શામેલ છે જેને ઘટક-૨ કે પુરવણી યાદી-૨ તરીકે નોધવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકા ના અંદાજે 8000 મતદારો સહીત રાજ્યના લાખો મતદારો આ પ્રસિદ્ધ થયેલ યાદી માં સામેલ ના હોવાના કારણે તેઓ નામ નોંધાયો હોવા છતાં મત આપવાનો મૌલિક અધિકાર થી વંચિત રહેશે. આ બાબત માં લેખિત અને મૌખિક ફરિયાદ કરનાર પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મતદાન નોધણી માટે મોટા અભિયાનો ચલાવવા માં આવે છે કરોડો નો ખર્ચ કરવામાં આવે છે. સરકારી કર્મચારી રજાના દિવસે પણ ફરજ બજાવી મતદાર યાદી તૈયાર કરતા હોય અને એ યાદી ઓ નો સમાવેશ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ના કરાતો હોય તો આ મતદારો સાથે ફરજ બજાવનારા અધિકારીઓ સાથે પણ અન્યાય છે.

સાચા અને લાયક મતદારો મત આપવાનો અધિકાર થી વંચિત ના રહે તે માટે ની અમારી લેખિત અને મોખિક રજૂઆત ના જવાબ માં અંકલેશ્વર મામલતદાર દ્વારા તેમને જણાવ્યું હતું કે આ યાદી રાજ્ય ચૂંટણી પંચ તરફથી જાહેર થઈ છે. મારા વાંધા / સૂચનો વડી કચેરીએ મોકલી આપીશું આખરી નિર્ણય વડી કચેરી જ લેશે. રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ ની મતદાર યાદી એક જ હોવી જોઈએ. અહીંયા બંને માટે અલગ અલગ યાદી હોય એમ દેખાઈ રહ્યું છે તેમ પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...