તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા કંપનીના રિએક્ટરમાં ભડકો : 2 કામદારો દાઝ્યાં

અંકલેશ્વર ​​​​​​​22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મટિરિયલ ટ્રાન્સફર કરતી વેળાં બ્લાસ્ટ : દાઝેલા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતાં એકની હાલત ગંભીર
 • જીઆઇડીસી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી દ્વારા તપાસ શરૂ કરાઈ

અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા કંપનીમાં રિએક્ટરમાં મટીરીયલ્સ ટ્રાન્સફર કરતી ભડકો થતા ગંભીર રીતે દાઝ્યા હતા.બને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક ની હાલત ગંભીર જણાતા અન્ય હોસ્પિટલ માં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી. ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી જાણ થતા તેમના દ્વારા પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપની માં ઓમકર મેન પાવર સર્વિસ ના કોન્ટ્રક્ટમાં હેલ્પર તરીકે કામ કરતા 2 કર્મચારી ઓ બી પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. વિશાલ ભરત વાસણીયા અને અનુજ કમલેશ દહાયત કામ કરી રહ્યા હતા. રાત્રી ના નાઈટ શીફટ જમીને રિકેટર પર કામ કરવા ગયા હતા તેવો રીએક્ટર માંથી મટીરીયલ્સ ટ્રાન્સફર કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક રીએક્ટર માં ભડકો થતા તેમાની આગની ઝાળ બંને કામદારોને લગા તેવોએ બુમાબુમ કરી મૂકી હતી.

જે બૂમ સાંભળી અન્ય કામદારો દોડી આવ્યા હતા અને તેમને પાણી ફુવારા પાસે લઇ જય પાણી છાંટીને ઓલવી નાખ્યા હતા તેમજ કંપની મેનેજર બિજેન્દ્ર જુગદાન સહીત અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને બંને કામદારો ને અંકલેશ્વર ની આસ્થા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં તે પૈકી વિશાલ વાસણીયાની હાલત વધુ ગંભીર જણાતા તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત અનુજ દહાયતની ફરિયાદ આધારે પ્રાથમિક જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી. તેમજ બનાવ સંદર્ભે ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડાયરેક્ટરને જાણ થતા તેમના દ્વારા પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કંપની ખાતે તપાસ અર્થે મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો