ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર:અંકલેશ્વરના પીરામણ ગામે રાની બિલાડીના બચ્ચાંને દીપડાનાં બચ્ચાં સમજી મજુરોમાં ડરનો માહોલ છવાયો

અંકલેશ્વરએક મહિનો પહેલા

અંકલેશ્વરના પીરામણ ગામે ખેતરમાં દીપડાનાં બચ્ચાં દેખાતાં ખેત મજૂરોમાં ભયનો માહોલ છવાયો હતો. બનાવની જાણ ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ કરતાં રાની બિલાડીએ સાત બચ્ચાઓને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વન વિભાગની ટીમે ગ્રામજનોને સમજાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રાની બિલાડીના બચ્ચાના કારણે લોકોમાં ભય
અંકલેશ્વર શહેરને અડીને આવેલા પીરામણ ગામનાં હેલિપેડ ગ્રાઉન્ડ પાસેના ખેતરમાં ઘાસ કાપવા મજુરનું એક ટોળું પહોંચ્યું હતું.જ્યાં તેમને ખેતરમાં દીપડાના બચ્ચા જેવા દેખાતા 7 બચ્ચા નજરે પડતા અહીંયા દીપડી હોવાની શંકા વચ્ચે તેવો ભયના કારણે ગામમાં દોડી આવ્યા હતા. જે વાત વાયુવેગે ગામમાં ફેલાતા લોકોના ભય ફેલાયો હતો. આ અંગેની જાણ પંચાયત દ્વારા અંકલેશ્વર વન વિભાગને કરાતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

રાની બિલાડીના બચ્ચાને જોવા લોકો દોડી આવ્યા
વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા આ બચ્ચા રાની બિલાડીના હોવાનું અને તાજા જન્મેલા હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને આ બચ્ચા રાની બિલાડીના હોવાનું જણાવી કોઈ પણ પ્રકારનો ડર નહિ રાખવા જણાવ્યું હતું. એક તબક્કે જે બચ્ચાને લઇ લોકોમાં ડર ફેલાયો હતો તે બચ્ચાને જોવા લોકો દોડી આવ્યા હતા. અને હળવા માહોલ સાથે રમૂજી સર્જાયું હતું. વન વિભાગએ પણ તે બચ્ચા ત્યાં જ રાખવા તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...