ભેજાબાજો CCTVમાં કેદ:અંકલેશ્વરના વૃદ્ધ સાથે સ્યોર ગિફ્ટના નામે ભેજાબાજ છેતરપિંડી કરી ફરાર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 હજાર ગુમાવનાર વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી

અંકલેશ્વરના કોસમડીના વૃદ્ધ સાથે સ્યોર ગિફ્ટ કુપન ન નામે ભેજાબાજો છેતરપિંડી કરી ફરાર થઇ ગયા હતા. કોસમડી કુમકુમ સોસાયટી વયો વૃદ્ધને ધરે આવીને ટીવી તેમજ અન્ય ચીજવસ્તુઓ સ્કીમ માં લાગી હોવાની લોભામણી જાહેરાત આપી છેતરપિંડી કરી હતી. રૂપિયા 9 હજાર ગુમાવનાર વૃદ્ધ દ્વારા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. ભેજાબાજો સોસાયટી ના સીસીટીવીમાં કેદ થયા હતા. વૃદ્ધ દ્વારા અન્ય લોકો છેતરાય નહિ તે માટે તાકીદ કરી હતી.

મોબાઈલ થી ઓનલાઇન છેતરપિંડી કરતા ગઠિયાઓ હવે લોકો ના ધર સુધી પહોંચી ગયા છે. સોફ્ટ ટાર્ગેટ શોધી નિશાન બનાવતા અ2 ગઠીયા ઓ એ અંકલેશ્વર ના કોસમડી ગામે કીમિયો અપનાવ્યો હતો. ઓનલાઇન થી પોતાની તરકટ અજમાવી ઇસમોને તેમજ મહિલાઓને લોભામણી સ્કીમ આપી છેતરપિંડી કરી રહ્યા છે. કોસમડી ગામ ની કુમકુમ બંગલો ખાતે રહેતા રમેશભાઈ ખાનાભાઈ પરમારને ટીવી તેમજ અન્ય ચીજવસ્તુઓ સ્કીમ માં ઇનામ લાગ્યું હોવાની લોભામણી સ્કીમ બનાવી સ્યોર ગિફ્ટ માટે કુપન ના નામા એ રૂપિયા ખંખેરી લીધા હતા.

રમેશભાઈ પાસેથી રૂપિયા 9000 હજાર કુપન ના નામે લઇ લીધા બાદ ના ગિફ્ટ આપી કે ના કુપન આપી અને બે ભેજાબાજ ગઠીયા ઓ ફરાર થઇ ગયા હતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અનુભવ થતાં જ તેવો સોસાયટી માં લાગેલા સીસીટીવી ચેક કરતા બંને ગઠીયા ઓ સીસીટીવીમાં ગાડી સાથે નજરે પડ્યા હતા અને તેના દ્વારા આ સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પહોંચી હતી જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક સીસીટીવી આધારે ફરિયાદ નોંધી હતી તેમજ આ અંગે સીસીટીવી મેળવી અંદર દેખા દેતા બે ગઠિયાઓ ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...