કાર્યવાહી:અંકલેશ્વરની માંડવા ગ્રા.પંચાયતે બિન અધિકૃત દબાણો પર જેસીબી ફેરવ્યું

અંકલેશ્વર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
  • 10 વિઘાથી વધુ જમીન પર ગેરકાયદેસર ખેતી કરતા હતા : પાકા બાંધકામ પણ તોડ્યા

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે પંચાયતએ બિન અધિકૃત દબાણો દૂર કરવા કવાયત આરંભી હતી. 10 વિંધાથી વધુ જમીન પર ગેરકાયદે ખેતી કરતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેસીબીની મદદ થી પાકા બાંધકામો પણ તોડી પાડ્યા હતા.માંડવા ગામે વર્ષોથી પંચાયતની જમીન પર અડિંગો જમાવી ખેતી કરતાં લોકોના દબણોને ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. માંડવા ગામે વર્ષો પહેલા ગામના લોકો વસવાટ કરતા હતા, ત્યાં દર વર્ષે વારંવાર વરસાદના પાણી ભરાવાના કારણે ગામના લોકોએ માંડવા ગામની સીમ નજીક બીજા સ્થળે ગામ ખસેડવાની પ્રકિયા જેતે સમયે કરી હતી.

જેનો લાભ મેળવી જુના ગામની જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે ખેતી અને તબેલા જેવા દબાણો કરી 1ુ ગ્રામ પંચાયતની જમીન ઉપર અડિંગો જમાવ્યો હતો. આ દબાણોને દૂર કરવા ગ્રામજનો દ્વારા માંગણી કરાતા માંડવા ગ્રામ પંચાયતે ગ્રામસભામાં સર્વસંમતીથી ઠરાવ પસાર કરી ગામની જગ્યા પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...