તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાયજ્ઞ:અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને નવું વેન્ટિલેટર મળ્યું, ICUમાં દર્દીઓની સુવિધા વધી

અંકલેશ્વર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ રોટરી ક્લબ અને રાજીન્દર કૌર બુનેટ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશનનો સહયોગ

અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને વેન્ટિલેટરનું અનુદાનમાં મળ્યું છે. ભરૂચ રોટરી ક્લબ અને શ્રીમતી રાજીન્દર કૌર બુનેટ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન ઉપક્રમે અનુદાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને રોટરી ક્લબ ભરૂચ, શ્રીમતી રાજીન્દર કૌર બુનેટ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી એક અદ્યતન વેન્ટિલેટર (ડ્રૅગર સેવીના ૩૦૦)નું દાન આપવામાં આવ્યું હતું. અંદાજિત 14 લાખ રૂપિયા અનુદાનથી મળશે.

જેના થકી આઈ.સી.યુમાં દાખલ દર્દીઓને સચોટ સારવાર મળી રહેશે આ અગાઉ પણ કુંદન ઉદાણી ફાઉન્ડેશન દ્વારા હોસ્પિટલને દર્દીઓને ઇમર્જન્સીમાં સારવાર મળી રહે તે માટે અદ્યતન આઈ.સી.યુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું દાનમાં આપ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ ના સભ્યો તથા હોસ્પિટલના ટ્રસ્ટીઓ હાજર રહેશે.ઉલ્લેખનીય છે કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં હવે સંપૂર્ણપણે નોન કોવિડ હોસ્પિટલ છે અને તમામ દર્દીઓ માટેની રેગ્યુલર ઓ.પો.ડી. એડમિશન અને ઇમર્જન્સીની સેવાઓ શરુ થઇ ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો