તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:અંકલેશ્વરની કંપનીએ મહિલા કામદારોને દિવાળી ટાંણે રજા પર ઉતારી દેતા હલ્લો

અંકલેશ્વર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કામદારોએ જરૂર પડે તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી

અંકલેશ્વર નોરીસ મેડિસિન્સ કંપનીના મહિલા કામદારો દિવાળી ટાળે અચાનક રજા પર ઉતારી દેતા કામદારો નો હલ્લો બોલાવ્યો હતો. કંપની ગેટ પર ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો. જરૂર પડે તો કોર્ટ મા જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. દિવાળી સમયે કંપની ના વળતર થી મહિલા કામદારો મા રોષ ભભૂકી ઉઠ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી પ્લોટ નંબર 801 /5 માં આવેલ નોરિસ મેડિસિન્સ ફાર્મા કંપનીના ગેટ ઉપર કંપની મેનેજમેન્ટ એ આગામી 19 નવેમ્બર ના રોજ થી તમામ મહિલા કામદારોને ફરજિયાત રજા પર મોકલી આપવાની તાકીદ કરતાં છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતી અનેક મહિલા કામદારો માં ભારે રોષ વ્યાપી ગયો હતો.

મહિલા કામદારે જણાવ્યું હતું કે કંપનીના નવા મેનેજમેન્ટે પગાર વેતન પણ ચુકવ્યુ નથી તેમજ બોનસ પણ ચૂકવ્યું નથી. તેમજ નવા આઈ કાર્ડ બનાવવાના બહાના હેઠળ તમામ પાસે આઈ કાર્ડ પરત લઈ લીધા છે તો હાજરી કાર્ડ પણ આપવામાં આવ્યા નથી. નવા મેનેજમેન્ટની જોહુકમી સામે મહિલા કામદારો એ લડત આપવાનો મોરચો ઊભો કર્યો છે અને લેબર કમિશનરને ફરિયાદ કરવાની ચીમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો