તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંકલેશ્વરના અશ્વિન મંડપ એન્ડ ડેકોરેશનના સંચાલકની 75 લાખની લોન ભરપાઇ બાકી, મકાન-દુકાન સીલ કર્યા

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંચાલકે 2 બેન્કોમાં લોન ન ભરતા કલેક્ટરના હુકમ આધારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઇ

અંકલેશ્વરમાં અશ્વિન મંડપ એન્ડ ડેકોરેશનના સંચાલકનું મકાન અને દુકાન બેંકે સીલ પ્રક્રિયા હાથ ધરાતા લોક ટોળા જામ્યા હતા. બેંકની 76 લાખ રૂપિયાની લોનના ભરપાઈ કરતા જિલ્લા કલેક્ટરના હુકમ આધારે પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરવામાં આવ્યું હતું. મંડપ સંચાલક દ્વારા પોતાની સાથે બેંકે છેતરપિંડી થઇ હોવાનો બેંક પર આક્ષેપ કર્યો હતો. 1.25 કરોડ લોન મંજુર કરવાનું કહી 76 લાખ મંજુર કર્યા હોવાની કેફિયત રજુ કરી હતી. જો કે અંગે અમદાવાદ માં છેલ્લા 1 વર્ષ થી કોર્ટ કેશ ચાલી રહ્યો છે.જે વચ્ચે બેંક દ્વારા મિલ્કત સીલ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

અંકલેશ્વર ના જાણીતા મંડપ ડેકોરેટર અશ્વિનભાઈ કાયસ્થ જેવો જ્યોતિ ટોકીઝ વિસ્તાર માં મારુતિ નંદન કોમ્લેક્ષ ખાતે પોતાની દુકાન ધરાવે છે. જ્યાં સવારે અચાનક પોલીસ બંદોબસ્ત અને વકીલ ના કાફલા સાથે ફૂલટન ઇન્ડિયા હોમ ફાઇનાન્સ કંપની લિમિટેડની ટીમ દોડી આવી હતી અને તેવો તેમની દુકાન અને મકાન સીલ કરવા ની પ્રક્રિયા રાંભી હતી આ અંગે તેવો બેંક હાલ સીલ ના કરવા માટે માગ કરી હતી. જો કે ઉપસ્થિત કાફલાએ મચક ના આપી તેમની બંને સંપત્તિને સીલ કરી હતી.

અશ્વિનભાઈ કાયસ્થએ જણાવ્યું હતું કે બેંક એ તેમની જોડે છેતરપીંડી કરી છે અને તેવો 1.25 કરોડ ની લોન આપવા નું કહી તેમને જે બે બેન્ક ની બાકી લોન છે તેના રૂપિયા 76 લાખ જેતે બેન્ક માં ટ્રાન્સફર કરી બેન્ક લોન ભરપાય કરી હતી જો બેન્ક દ્વારા તેમને અન્ય રૂપિયાના આપી તેમના અધિકારી દ્વારા બીજી મોટી લોન મળશે તેવી બસ વાત કરી તેમની જોડે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. બેક દ્વારા પોતાના બાકી પડતા નાણાં માટે કલેક્ટરના હુકમ આધારે બંને મિલ્કતો પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો