જીવલેણ પ્રદૂષણ:અંકલેશ્વરની હવા સ્વાસ્થ્ય માટે ફરી ઘાતક AQI 301 નોંધાતા શહેર પુન: રેડઝોનમા

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવાની ગુણવત્તા સુધારવા મોનિટરિંગ વધુ સઘન બનાવી GPCBએ રાત્રિના સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું

અંકલેશ્વર પુનઃ એર કોલેટી ઇન્ડેક્ષ રેડ ઝોનમાં આવ્યો છે. એ.ક્યુ.આઈ.301 નોંધાયો હતો. જીપીસીબી દ્વારા ઉદ્યોગકારો જોડે બેઠક બાદ એક દિવસ યલો અને એક દિવસ ઓરેન્જ ઝોનમાં એક યુ આઈ આવ્યો હતો. નવેમ્બર માસમાં 9 દિવસ રેડ ઝોનમાં અને 8 દિવસ ઓરેન્જ ઝોન માં જયારે એક દિવસ યલો ઝોન માં આવ્યો છે.

અંકલેશ્વર હવા ની ગુણવત્તા દિવસે દિવસે નવેમ્બર માસમાં બગાડતા જીપીસીબી દ્વારા એક્શન પ્લાન બનાવી ઉદ્યોગકારોને અમલીકરણ કરવા તાકીદ કરી હતી. જે બાદ હવા ની ગુણવતા એકદમ સુધારી યલો ઝોનમાં 186 એ.ક્યુ.આઈ પર પહોંચી હતી જે બીજા દિવસે એટલે ગત રોજ 221 પર પહોંચી ઓરેન્જ ઝોનમાં એ.ક્યુ.આઈ આવ્યો હતો. જો કે રવિવાર ના રોજ પુનઃ 301 એ.ક્યુ.આઈ સાથે રેડ ઝોન માં હવા ની ગુણવતા પહોંચી હતી.

જીપીસીબી દ્વારા ઉદ્યોગકારો અને નોટીફાઈડ વિભાગ ને કરવામાં આવેલ તાકીદ બાદ હવા ની ગુણવતા ક્રમશ સુધારવાની આશા હતી જો કે એ.ક્યુ.એ પુનઃ રેડ ઝોન માં આવતા પર્યાવરણ પ્રેમી માં રોષ જોવા મળ્યો હતો. ત્યારે જીપીસીબી દ્વારા પણ હવાની ગુણવત્તા સુધારવા માટે મોનીટંરીગ વધુ સઘન બનાવી રાત્રી ના સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે.

અન્ય સમાચારો પણ છે...