તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાઈડ લાઇન આધારે ચૂંટણી:અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વર્ષ 21-22ની ચૂંટણીમાં 10 બેઠક બિનહરીફ નીવડી

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 25 મી જૂન ના રોજ ચૂંટણી યોજાવાની હતી

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વર્ષ 21-22 ની ચૂંટણી માં 10 બેઠક બિનહરીફ નીવડી છે. જનરલ કેટેગરી માટે 8 બેઠક માટે 15 અને રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરી માટે 1-1 ફોર્મ ભરાયા હતા. આગામી 25 મી જૂન ના રોજ ચૂંટણી યોજાવાની હતી. 15 જૂન ના રોજ ફોર્મ ચકાસણી તેમજ પરત ખેંચાઇ જતાં હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. તમામ સભ્યો બિનહરીફ જાહેર કર્યા હતા. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ની વર્ષ 2021-21 ના મેનેજીંગ કમિટી ના સભ્યો ની ચૂંટણી આગામી 25 જૂન ના રોજ યોજાનાર હતી. જેમાં જનરલ કેટેગરીની 8 સીટ માટે 15 ફોર્મ, રિઝર્વ કેટેગરીના 1 બેઠક માટે 1 ફોર્મ અને કોર્પોરેટ કેટેગરી 1 બેઠક માટે એક ફોર્મ ભરાયું હતું.

હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ તો કોરોના મહામારી ની ગાઈડ લાઇન આધારે ચૂંટણી યોજવામાં માટે તમામ કવાયત આરંભી છે. જો કે છેલ્લા 3 વર્ષ થી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ની ચૂંટણી નિર્વિવાદિત રૂપે બિન હરીફ યોજાઈ રહી છે. 15મી જૂન ના રોજ અંતે ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા સાંજે 6 કલાકે ઉમેદવાર સભ્યો ની વિધિવત યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

જેમાં કોર્પોરેટ કેટેગરી માં પટેલ પ્રશાંત મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ, રીઝવ કેટેગરી માં હેમાની ઇન્ડસ્ટ્રીઝ ના નીતિન ડામાને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા તો જનરલ કેટેગરી માં આકર પ્રિન્ટર્સના અશોકભાઈ ચોવટીયા, બોની કેમિકલ ના જીતેન્દ્ર પટેલ, આશાપુરી વુડ ઇન્ડસ્ટ્રીઝ ન પુનિત પટેલ, નિરંજન પેટ્રો કેમ ના નૈનેશ રાદડીયા , અર્બુદા આઈસ ફેક્ટરી ના જશુ ભાઈ ચૌધરી, મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ ના નટુભાઈ પટેલ, રોનક ટ્રેડલિંક ના દીપેન પટેલ ને સુખા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ના ધર્મેશ ડોબરીયા બિનહરીફ નીવડીયા હતા આગામી એ.આઈ.એ ની એ.જી.એમ માં તમામ ને વિધિવત જાહેર કરવામાં આવશે ત્યારે હાલ તો તમામ 10 સભ્યો સત્તાવાર રૂપે બિન હરીફ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...