તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંક્લેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં દારૂની મહેફીલની રાવ, અધિકારીઓની ચૂપકીદી

અંક્લેશ્વર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અધિકારીઓની તપાસ મુદ્દે એક બીજાને ખો : 12 કલાકમાં માત્ર તપાસનું નાટક
 • કચેરી સમય પૂર્ણ થયા બાદ કચેરીમાં રાત્રે મહેફિલ જામતી હોવાની ચર્ચા

અંક્લેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં રાત્રીના સમયે કર્મચારીઓએ તેમના માનિતાઓ સાથે દારૂની મહેફિલ જમાવી હોવાની વાત વહેતી થઈ છે. ઘટના અંગે જિલ્લા કક્ષાએ જાણ કરાતા ટીમ દ્વારા બીજા દિવસે 24 કલાક બાદ પણ માત્ર તપાસનો દોર ચાલ્યો હતો. જોકે, આ મામલામાં કોઈપણ પ્રકારની માહિતી આપવામાં અધિકારીઓ ઈન્કાર કરી રહ્યાં છે. તેઓ માહિતી આપવામાં એકબીજાને ખો આપવામાં આવી રહી હોઈ અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. મામલો હાલમાં પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. હજી સુધી આ ઘટના બાબતે પોલીસમાં પણ કોઈ જાણ કરવામાં આવી નથી.

અંક્લેશ્વરમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં રાત્રીના સમયે કર્મચારીઓ દારૂની મહેફિલ માણતાં ઝડપાયાં હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. સુરતના કેટલાંક વગદાર શખ્સોએ કચેરીમાં દારૂની મહેફિલ માણતાં અને નશો કરેલી હાલતમાં કર્મચારીઓને ઝડપી પાડ્યાં હતાં. આ ઉપરાંત તેની જિલ્લાકક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લાકક્ષાની ટીમે શનિવારે સવારથી જ અંક્લેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરવા માટે ધામા નાખ્યાં હતાં. જેના કારણે કર્મચારીઓ તથા અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જિલ્લા કક્ષાની ટીમ દ્વારા કચેરીમાંથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળે છે કે કેમ તેની તપાસ કરવા સાથે અધિકારીઓની પુછપરછ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ સૂત્રોમાંથી સાંપડી રહ્યાં છે.

જોકે, આ મામલામાં જિલ્લાકક્ષાના અધિકારીઓનો સંપર્ક કરીને તેમની પાસે ઘટના બાબતેેની માહિતી મેળવવાના પ્રયાસ કરાતાં તેઓએ પણ હાલમાં તપાસ ચાલી રહી હોય તપાસની કાર્યવાહી પુર્ણ થાય ત્યાં સુધી કાંઇ પણ કહેવાનું ટાળ્યું હતું. ઉપરાંત અધિકારીઓ દ્વારા એક-બીજાને ખો આપતા તેમજ ઘટનામાં કોઇ પોલીસ ફરિયાદ પણ નહીં થતાં મામલામાં કાંઇક રંધાયું હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. હાલમાં જિલ્લાકક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ અને તેના રિપોર્ટ પર લોકોની મીટ મંડાઈ છે.

અધિકારીઓની ટીમ કચેરીમાં પહોંચી પણ કાંઇ ન મળ્યું
અંક્લેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં દારૂની મહેફીલ જામી હોવાની જિલ્લાકક્ષાએ ફરિયાદ થઇ હતી. જેમાં ઘટનાના 12 કલાક બાદ શનિવારે સવારે કચેરીમાં અધિકારીઓેએ સર્ચ કર્યું હતું.તપાસ દરમિયાન કચેરીમાંથી કોઇ સંદિગ્ધ વસ્તુ મળી આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો