તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:અંકલેશ્વર SBI બેંક કર્મચારીને કોરોના હોવાના બોર્ડ પણ લાગ્યાં

અંકલેશ્વર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • શાખામાં કામકાજ ચાલુ થતા વિલંબ થશેની નોંધ પણ મૂકવામાં આવી

અંકલેશ્વર SBIના કર્મચારીને કોરોના હોવાના બોર્ડ ઝૂલતા નજરે પડી રહ્યા છે. પણ તકેદારી ના નામે મીંડું જોવા મળ્યું હતું. સરકારની ગાઈડ લાઈન અનુસાર શાખામાં કામકાજ ચાલુ થતા વિલંબ થશેની નોંધ મૂકી હતી. તો બેંક બહાર અને અંદર લોકોની બેદકારી સાથે બેંકની પણ લાપરવાહી ના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઝગડીયા એસ.બી.આઈ બેંકમાં ગાર્ડ કોરોના સંક્રમિત બન્યા બાદ હવે અંકલેશ્વર એસ.બી.આઈ બેંક ની મુખ્ય શાખામાં જ સ્ટાફ ના સભ્ય કોરોના સંક્રમિત હોવાનું બહાર આવી રહ્યું છે. બેંક દ્વારા પોતાના ગેટ આગળ નોટીશ રીતસર ની લગાવી છે.

જેમાં સરકારની ગાઈડ લાઈન અનુસાર શાખામાં કામકાજ ચાલુ થતા વિલંબ થશેની નોંધ મૂકી હતી. જો કે કમર્ચારી કોરોના પોઝેટીવ આવ્યો હોવા છતાં બેંક ચાલુ જોવા મળી હતી. અને બેંક બહાર તેમજ અંદર લોકો ભીડ જોવા મળી હતી જ્યાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કે માસ્ક ના નિયમો પણ નેવે મુક્યા હોવાનું બહાર આવી રહ્યું હતું. એટલુંજ નહિ કોરોના મહામારી વચ્ચે સેનિટાઇઝર, થર્મલ ગન વડે ટેમ્પરેચર રીડીગ સહીતની કામગીરી પણ ના જોવા મળી હતી. આ વચ્ચે કોરોના સંક્રમણ વધવાની દહેશત ઉભી થયેલી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો