તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:અંકલેશ્વરમાં કોરોના પોઝિટિવના સૌથી વધુ એકજ દિવસમાં 18 દર્દીઓ નોંધાયા

અંકલેશ્વર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 5 દિવસમાં અંકલેશ્વરમાં જ કોરોના 76 દર્દી નોંધાયાઃ 116 દર્દી સારવાર હેઠળ

અંકલેશ્વર માં કોરોના મહામારી દર્દી છેલ્લા 10 દિવસ થી રોજન 10 થી રફતાર થી દર્દી નોંધાય રહ્યા છે એપ્રિલ મહિનામાં પ્રથમ દિવસે જ 14. બીજી તરીકે 8, ત્રીજી તારીખે 12 અને ચોથી એપ્રિલ ના રોજ 14 બાદ હવે અંકલેશ્વર માં સૌ પ્રથમવાર એકજ દિવસ માં એક સાથે 18 કોરોના દર્દી નોંધાયા છે.

જેમાં ગાર્ડન સીટી ખાતે એકજ ઘર માં 2, રચના નગર ખાતે 1, શિવ દર્શન સોસાયટી ખાતે 1, શ્રીલજ ગજન્દસોસયટી ખાતે -1, અંકલેશ્વર ખાતે -1, શિવમ કોમ્લેક્ષ કોસમડી ખાતે -1, રામનગર ખાતે -1, ગણેશ પાર્ક 2 ખાતે -1, અંદાડા ખાતે -1, સરદાર પાર્ક ખાતે -1, અંબિકાનગર અંદાડા ખાતે -1, ગડખોલ પાટિયા ખાતે -1, સંજાલી ખાતે -1, પંચાતી બજાર ખાતે -1, ભાગ્યોદય સોસાયટી ખાતે -1, શિવ કોલની જીઆઇડીસી ખાતે -1, તેમજ અંકલેશ્વર ખાતે 1 મળી કુલ 18 દર્દી સત્તાવાર અંકલેશ્વર માં નોંધાયા છે. તો કોરોના માં અંકલેશ્વર તેમજ ભરૂચ જિલ્લા માત્ર એપ્રિલ માસના પ્રથમ પાંચ દિવસ ની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસ માં 33 દર્દી પૈકી 32 ને અગ્નિદાહ તેમજ એક ની ખ્રિસ્તી સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી છે.

તો સોમવાર ના રોજ વધુ 3 દર્દી ની અંતિમ વિધિ સાથે કુલ 36 દર્દીઓ ને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. કોવિડ સ્મશાનગૃહ ખાતે અત્યાર સુધી 545 લોકો ને અગ્નિ દાહ આપવાં આવ્યો છે. માત્ર અંકલેશ્વર માજ છેલ્લા 5 દિવસમાં કુલ 76 દર્દી નોંધાયા છે. અંકલેશ્વર માં હોસ્પિટલ માં 116 દર્દી સારવાર હેઠળ છે જયારે તે પૈકી 64 દર્દી હોમ આઇસોલેટ હેઠળ સારવાર લઇ રહ્યા છે. અંકલેશ્વર નું કોરોના મીટર 1401 પર પહોંચી ગયું છે જયારે 1277 દર્દીઓ એ કોરોના ને હરાવ્યો છે. છેલ્લા 5 દિવસ માજ અંકલેશ્વર આવેલા કોરોના દર્દી નો સત્તાવાર આંક બાદ કરતા ખાનગી હોસ્પિટલ માં પણ કોરોના દર્દી ની ભરમાર જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો