અન્ય તાલુકાઓને પાછળ રાખ્યા:અંકલેશ્વરમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીઝનમાં 1058 મીમિ વરસાદ સાથે ટકાવારી 137.52 ટકા રહી

જિલ્લા સૌથી વધુ અંકલેશ્વરમાં 137 % વરસાદ અંકલેશ્વર માં પડ્યો છે. જ્યારે જિલ્લાનો 109 % વરસાદ નોંધાયો છે. મોસમના કુલ વરસાદ 752 મિમિ સામે 1058 મિમી વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લામાં 2022માં વરસાદમાં 5 જિલ્લા એ 100 % વરસાદ પડ્યો છે. જેમાં અંકલેશ્વરમાં 137 % હાંસોટમાં 120 %, નેત્રંગ 135 % વાગરામાં 115 % અને વાલિયા 123 % જેટલો સરેરાશ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે. જ્યારે આમોદમાં 84 %, ભરૂચમાં 91 %, જંબુસરમાં 90 %, ઝઘડીયામાં 95 % જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.

જેમાં 11 સપ્ટેમ્બર સુધી અંકલેશ્વર ની વાત કરીએ તો ગત વર્ષે 2021માં જ્યાં 84% વરસાદ નોંધાયો હતો ત્યાં અત્યારસુધી 137 % નોંધાયો છે. અંકલેશ્વરમાં ખેતીલાયક વરસાદને લઇ ધરતી પુત્રમાં ખુશી જોવા મળી રહી છે. વાવણી સફળ રહેતા પાક સારો આવવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

ટકાવારી દ્રષ્ટ્રિ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ અંકલેશ્વરમાં વરસાદ જિલ્લામાં હાલ પડી રહેલા વરસાદ માં અંકલેશ્વર 1058 મિમિ સાથે 137.52 % જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. 1100 મિમિ સાથે હાંસોટ માં 120 % નેત્રંગ માં 1102 મિમિ સાથે 135.34 % વરસાદ પડ્યો છે.સૌથી ઓછો જિલ્લા માં આમોદ તાલુકા માં 84 % નોંધાયો છે. જિલ્લા અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, વાગરા અને વાલિયા તાલુકા માં 100 % વરસાદ વરસી ચૂક્યો છે. જયારે 4 તાલુકા હજુ પણ 100 % વરસાદ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...