મીણીયા કોથળામાંથી નીકળ્યો દારૂ!:અંકલેશ્વર પોલીસે કરિયાણાની દુકાનમાંથી દારૂ ઝડ્પયો; 67 નંગ બોટલો સહીત કુલ 30 હજારથી વધનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર2 મહિનો પહેલા

અંકલેશ્વર શહેર પોલીસે માહિતીના આધારે સરદાર હોસ્પિટલમાં રોડ પર આવેલી કરિયાણાની દુકાનમાંથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 67 નંગ બોટલો મળીને કુલ 30 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કરિયાણાની દુકાનમાં દારૂ સંતાડી વેંચતો હતો
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતો. તે સમયે માહિતી મળી હતી કે, શહેરનાં સ્ટેશન ચોકીથી સરદાર પટેલ હોસ્પીટલ રોડ ઉપર આવેલી જુની સહારા બેન્કની બાજુમાં જય જલારામ કરિયાણા સ્ટોરમાં સંદીપ ઉર્ફે મુન્નો પ્રવિણચંદ્ર મોદી પોતાની કરિયાણાની દુકાનમાં ઇંગ્લીશ દારૂ સંતાડી રાખી ચોરી છુપીથી વેંચાણ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે બે પંચોના માણસો બોલાવી બાતમી વાળી જગ્યાએ રેડ પાડતાં તેની દુકાનમાં તપાસ કરતાં દુકાનની ઉપરના પ્રથમ માળમાં આવેલા લાકડાના કબાટમાંથી ત્રણ મીણીયા કોથળામાંથી જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બાનવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો ઝડપી પાડી
અંકલેશ્વર શહેર પોલીસે સ્થળ પરથી સંદીપ ઉર્ફે મુન્નો પ્રવિણચંદ્ર મોદીને ઝડપી પાડી તેની પાસેથી અલગ-અલગ બ્રાન્ડની નાની -મોટી એમ કુલ 67 નંગ બોટલો મળીને કુલ રૂ.30,500 નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ કલમ 65(એ) (ઇ), 116 (બી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...