ફરાર આરોપીઓ પોલીસના સંકજામાં:પાલનપુરમાં જમીનની અદાવતમાં રાયોટીંગ અને મારામારીના ગુનામાં 3 વર્ષથી વોન્ટેડ પિતા-પુત્રને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડ્યા

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના જમીન મેટરની રાયોટીંગ અને મારામારીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. બંનેય આરોપીને વધુ કાર્યવાહી માટે પાલનપુર પોલીસને જાણ કરી છે.

બંને આરોપી વિશે પોલીસને માહિતી મળી હતી
ભરૂચ જિલ્લા એસ.પી ડો.લીના પાટીલે વિધાનસભાની ચૂંટણીઓમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે જિલ્લાના અને જિલ્લા બહારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા ડ્રાઇવની કામગીરી માટે દરેક અધિકારીઓને સૂચનાઓ આપી હતી. જેના આધારે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને તેમના વિસ્તારમાં માહિતી મળી હતી કે, પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં જમીનની મેટરમાં રાયોટીંગ અને મારા મારીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મક્બલ હુશેન ઉર્ફે મુન્ના શેટ્ટી મોહમદ હુસૈન પઠાન તથા અબવાબ મક્કુલ હુશેન ઉર્ફે મુન્ના શેટ્ટી મોહમદ હુસૈન પઠાન બન્ને રહે,પાલનપુર જે બન્ને પિતા પુત્ર છે. તેઓ બંને અંક્લેશ્વર શહેર ખાતે આવેલી સુરતી ભાગોળ, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહે છે.

પાલનપુર પોલીસ મથકને જાણ કરાઈ
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ સ્ટાફે મળેલી માહિતીના આધારે સ્થળ પરથી બંનેય પિતા-પુત્ર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. અંકલેશ્વર પોલીસે બંનેય ઈસમોને CRPC કલમ 41( 1 ) આઇ મુજબ હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી કરી પાલનપુર પુર્વ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...