કાર્યવાહી:અંકલેશ્વર પોલીસે શંકાસ્પદ 5 મોબાઈલ સાથે દુકાનના સંચાલકની ધરપકડ કરી

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સી.કે. પટેલ કોમ્પ્લેક્સની મોબાઈલ ગેરેજ દુકાનના સંચાલક પાસે મોબાઇલના પુરાવા ન મળ્યા

અંકલેશ્વર શહેર પોલીસે છાપરા પાટિયા પર ફોન ગેરેજ માં શંકાસ્પદ 5 મોબાઈલ મળી આવ્યા હતા. સી.કે. પટેલ કોમ્પ્લેક્સ માં આવેલ મોબાઈલ ગેરેજ ના સંચાલક પાસે 5 મોબાઈલ ના જરૂરી આધાર પુરાવા માંગતા ના મળી આવ્યા હતા. પોલીસે 5 મોબાઈલ કિંમત રૂપિયા 35 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોબાઈલ દુકાનધારક ની સી.આર.પી.સી 102 મુજબ અટક કરી પૂછપરછ આરંભી હતી.

અંકલેશ્વર શહેર પોલીસની સર્વેલન્સ સ્કોર્ડ ની ટીમ છાપરા પાટિયા-અંદાડા રોડ પર પેટ્રોલિંગ માં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંદાડા ના છાપરા પાટિયા પાસે આવેલ સી. કે. કોમ્પ્લેક્સમાં ફોન ગેરેજનો દુકાન સંચાલક રીપેરીંગ માં આવેલા ફોન બિલ અને જરૂરી મોબાઈલ બીલો વગર વેચાણ કરી રહ્યો છે.

જે આધારે પોલીસે દુકાન માં સર્ચ કરતા દુકાન માંથી 5 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા પોલીસે અલગ અલગ કંપની માં 5 મોબાઈલ અંગે દુકાન સંચાલક દીપેન નીતિન કુમાર ઠક્કર પાસે જરૂરી બીલો માગતા તેના સંતોષકારક જવાબ ના આપી ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. જે આધારે પોલીસે વિવો અને રિયલમી કંપની ના 5 મોબાઈલ મળી કુલ 35000 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...