અંકલેશ્વર - પાનોલી ઉદ્યોગો વેન્ટિલેટર મુકાઈ ગયા છે. સતત બીજા દિવસે 300 કરોડ નું પ્રોડક્શન લોસ થયું છે. 24 કલાક ચાલતા પ્લાન્ટ પર હવે શટડાઉન લેવા પડ્યા છે. નાના ઉદ્યોગો સાથે હવે મોટા ઉદ્યોગો પણ કરોડો રૂપિયાનું ઉત્પાદન ઠપ થયો છે. શનિવાર ની સાંજ સુધી પાઇપ લાઇન કાર્યરત થવાની ધારણા છે. પાઇપ લાઈન ત્રીજું કોટિંગ કરી બહાર કોટીંગ વર્ક ની કામગીરી હાલ ચાલી રહી છે. દેશના પ્રથમ એવા પ્રોજેક્ટ જે ઉદ્યોગો નું દુષિત પાણી પાઇપ લાઈન વડે દરિયામાં ઠાલવે છે તેવા એન.સી.ટી પાઇપલાઇન પ્રોજેક્ટ અંદાજે 140 કરોડના ખર્ચે નિર્માણ પામી કાર્યરત થયો છે.
તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2007 માં કાર્યરત થયા બાદ દેશ નું રોલ મોડલ બનાવામાં આવ્યું હતું. જો કે આ પ્રોજેક્ટ પ્રતિ વર્ષ પાઇપ લાઈન 2 થી 3 વાર બ્રેકડાઉન થતા તેની સીધી અસર ઉદ્યોગો પર પડી રહી છે. સોમવાર ની રાત્રી ના એનસીટી લાઈન માં સજોદ પાસે પડેલા ભંગાણ આજે પાંચમો દિવસ થઇ જવા આવ્યો છે. છતાં લાઈન ચાલુ થઈ શકી નથી. પાઇપ લાઇન માં ચાલી રહેલ સમારકામ અંતિમ ચરણ મા જ છે.
પાઇપ લાઇન ની અંદર ડબલ કોટીંગ લેમિનેશન વર્ક બાદ હવે બહાર ત્રીજું કોટીંગ સાથે ફાઇનલ પાઇપ લાઈન જોડાણ કરવામાં આવી રહ્યું છે જે બાદ 12 કલાક સુધી લાઈન ને મોકલવામાં આવ્યા બાદ શનિવારે બપોર સુધી લાઈન કાર્યરત થવાની સંભાવના છે. આ વચ્ચે અંકલેશ્વર -પાનોલી ના નાના અને મધ્યમ કદના 1500 થી વધુ ઉદ્યોગો 2 દિવસ થી બંધ થઇ ગયા છે.
શનિવાર સુધી લાઈન ચાલુ થવાની સંભાવના છે
24 કલાક ચાલતા પ્લાન્ટ તેને બંધ ના કરી શકાય છતાં હવે તેને બંધ કરવાની ઉદ્યોગો ને ફરજ પડી રહી છે સતત્ત બીજા દિવસે 1500 થી વધુ ઉદ્યોગો બંધ થયા છે અને હજી પણ એનસીટી ના જણાવ્યા અનુસાર શનિવાર ની સાંજ સુધી લાઈન ચાલુ થવાની સંભાવના છે. - જશુભાઇ ચૌધરી, એ.આઈ.એ ઉપ પ્રમુખ
ઉદ્યોગોને શરૂ કરવા તાકીદ કરવામાં આવશે
લાઈન નું ત્રીજું કટીંગ કરવું પડે એમ હોય જે રાત્રી સુધી માં થઈ જશે અને લાઇન ચાલુ થતા હજી એક દિવસનો સમય લાગશે. જે ચાલુ થયા બાદ ઉદ્યોગોને શરૂ કરવા તાકીદ કરવામાં આવશે. - પ્રફુલભાઈ પંચાલ, એન.સી.ટી ચીફ ઓપરેશન હેડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.