તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની વેરા વસૂલાત:અંકલેશ્વર પાલિકાની વેરાની આવક કોરોના કાળમાં રૂપિયા 85 લાખ વધી

અંકલેશ્વર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2021માં પાલિકાની વેરા વસૂલાત રૂા. 6.70 કરોડે પહોંચી ગઇ

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે કોમર્શિયલ તેમજ રહેણાંક વિસ્તાર અને ખુલ્લા પ્લોટના 34 હજાર કરતા વધુ મિકલત ધારકો પાસેથી 8. 60 કરોડની વસૂલાત કરવાની હતી. જેની સામે હિસાબી વર્ષ 2020-21 ના અંતિમ દિવસએ 31 માર્ચ સુધીમાં 6.70 કરોડ ઉપરાંતની વસૂલાત કરીહતી. જે ગત વર્ષ 5.84 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જે સામે 85 લાખની આવક વધી છે.

ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના ઇફેક્ટ વચ્ચે ધંધા રોજગાર લોકો પડી ભાંગ્યા હતા. પાલિકાએ વસુલાત કરતા ગત વર્ષ ની સરખામણી માં 5 % આવક વધવા ની સાથે પાલિકા હાઉસ ટેક્સ વિભાગના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી વસુલાત એટલે 6.70 કરોડ ની વેરા વસુલાત થઇ છે.

જે કોરોના કાળ વચ્ચે પણ રેકોર્ડ બ્રેક વસુલાત જોવા મળી છે. કોરોના કાળમાં નગરપાલિકાના વ્યવસાય વેરા વિભાગને કોરોના કાળનું ગ્રહણ નડતા ગત વર્ષ ની સરખામણી માં 13 લાખ રૂપિયાની આવક ઘટી છે.કુલ 1.28 કરોડના વેરા વસુલાત સામે 71.79 % વસુલાત સાથે 91.09 લાખ રૂપિયાની વસુલાત થઇ છે.

હાઉસ ટેક્સ વિભાગની કામગીરી અસરકારક ગત નાણાકીય વર્ષ આખુ કોરોના કાળમાં પસાર થયું છતા પાલિકાના હાઉસ ટેક્સ વિભાગની કોરોના કાળ વચ્ચે પણ આવક 85 લાખ વધી છે અને પાલિકા ઇતિહાસમાં પણ સૌથી વધુ વસુલાત 6.70 કરોડ ની થઇ છે. હાઉસ ટેક્સ વિભાગની ટીમ વર્કને લઇ આવક વધી જે બદલ અભિનંદન છે. લોકો સાથે પણ ઓછી દંડનીય કાર્યવાહી વચ્ચે અસરકાર કામગીરી જોવા મળી છે. > વિનય વસાવા, પ્રમુખ , પાલિકા અંકલેશ્વર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો