ખાતમુહૂર્ત:અંકલેશ્વર પાલિકાના વોર્ડ નં. 1 માં 5 લાખના ખર્ચે 3 કામોનું ખાતમુહૂર્ત

અંકલેશ્વર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં તમામ વોર્ડમાં સર્વાંગી વિકાસના કામો થશે: પ્રમુખ

અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નં. 1 માં 5 લાખના ખર્ચે ત્રણ અલગ-અલગ કામોનું ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. વોર્ડ નંબર 1 માં તમામ સભ્યો ની હાજરી પાલિકા પ્રમુખની હાજરી માં ખાત મુહૂર્ત કરાયું હતું. આગામી દિવસો તમામ વોર્ડમાં સર્વાંગી વિકાસના કામો થશે તેમ પાલિકા પ્રમુખ વિનય વસાવા એ જણાવ્યું હતું. અંકલેશ્વર નગર પાલિકા ના વોર્ડ નંબર .૦૧ માં આવેલ વૃંદાવન ટાઉનશીપના ગેટ નં. ૦૨ પાસે પેવર બ્લોક તથા આરસીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જેમાં વૃંદાવન ટાઉનશીપ ગેટ નં. ૦૨ થી બહારની સાઈડ પર પેવર બ્લોક રકમ રૂ. 81,૦૦૦/- તે સાથે વૃંદાવન ટાઉનશીપ ગેટથી મેઈન રોડ થી આરસીસી રોડ બનાવવાનું કામ રકમ રૂ. ૧,૩૮,૮૮૦/- સાથે શક્તિનગરમાં રોડની સાઇડમાં પેવર બ્લોક કામ રૂ. ૨,૭૪,૯૬૬/- નું ખાતમુહૂર્ત પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના, ઉપપ્રમુખ કલ્પના મેરાઈ, વોર્ડ ના સભ્યો કિંજલબેન ચૌહાણ,અતુલ મોદી નિલેશ પટેલ સહીત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...