ઉત્તરાયણ પર્વને આડે હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી ગાળા કપાવા અને ઇજાઓ થવાના બનાવો સામે આવતા હોય છે. જેથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી બ્રિજ પર તાર બાંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેના કારણે પતંગના દોરાથી કોઈ વાહન ચાલકનો જીવ ન જાય તે માટે નગરપાલિકા દ્વારા તાર બાંધવામાં આવ્યા હતા.
વાહન ચાલકોની સલામતી માટે તાર બાંધવાની કાર્યવાહી
અંકલેશ્વર શહેરથી નેશનલ હાઇવે નંબર 48ને જોડતા માર્ગ ઉપર મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહન ચાલકો ઓએનજીસી બ્રિજ પરથી આવન-જાવન કરતા હોય છે. ત્યારે ઉત્તરાયણમાં વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે. ત્યારે પતંગ સાથે દોરી પણ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગળા કે માથાના ભાગે કોઈ ઇજાના થાય તેની તકેદારીના ભાગરૂપે અંકલેશ્વર પાલિકા દ્વારા ઓવર બ્રિજ પર લોખંડના તાર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત અંકલેશ્વર સુરવાડી ફાટક ટી બ્રિજ પર પણ તાર બાંધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.