અંકલેશ્વર પાલિકા દ્વારા વેરો ભરપાઈ નહીં કરનારા મુલ્લાંવાડ, લીમડી ફળીયા વિસ્તારમાં કુલ રૂ.1.75 લાખનો વેરો બાકી પડતો હોય 5 વેરાધારકોના પાણી જોડાણના કનેકશન કાપી નાખ્યા હતા. અંકલેશ્વર પાલિકાએ કડક વલણ અપનાવીને લગાતાર નળ જોડાણ કાપવાની સાથે સીલ કરવાની પ્રક્રિયા કરતા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
પાંચ મિલ્કત ધારકોના નળ કનેકશન કાપી નાખ્યા
અંકલેશ્વર પાલિકા દ્વારા બાકી પડતા વેરા વસુલાત માટે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 20 દિવસથી લગાતાર સીલ તેમજ પાણી અને ડ્રેનેજ જોડાણ કાપવાની કાર્યવાહી કરાઈ રહી છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર પાલિકાની વેરા વસુલાત ટીમ મુલ્લાવાડ તેમજ લીમડી ફળિયામાં વેરા બાકીની ઉઘરાણી.કરવા માટે પહોંચી હતી. જેમાં સુપર ચિકન સ્ટોરના બાકી રૂ.43.000, અકબર સોડા સેન્ટરના રૂ.78,000,રાણા ઠાકોરભાઈ ના રૂ.17,000, મહંમદ શેરૂભાઇના રૂ.35,000 થી વધુ લનો વેરો બાકી રહેતા પાંચ મિલકત ધારકોના પાણી જોડાણ કાપી નાખ્યા હતા.
પાલિકાએ 100 ટકા વસુલાત કરવાનો લક્ષ્યાંક
આ ઉપરાંત એક કાચા મકાન ધારકનો વર્ષો જૂનો વેરો બાકી રહેતા પાણી જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. પાલિકા દ્વારા અંદાજે 1.75 લાખ રૂપિયાના બાકી પડતા વેરા સામે આજરોજ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ચાલુ વર્ષે પાલિકા દ્વારા અંદાજે રૂ.35,000 મિલકત ધારકો પાસેથી 10 કરોડ ઉપરાંતની વેરા વસુલાત સામે 90 % કરતા વધુ વસુલાત પાર પાડવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. પાલિકા દ્વારા 100 % વસુલાત થાય એ માટે હાલ કાર્યવાહી કરાઈ રહી છે. એક તરફ સરકારની દંડ માફી યોજના હોવા છતાં મિલકત ધારકોની વેરો ભરપાઈ કરવા સામે નિરસતાને લઇ અંતે પાલિકા દ્વારા હવે પાણી ડ્રેનેજ કનેક્શન કાપવા ઉપરાંત મિલકત સીલ કરવાની કાર્યવાહી કરાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.