તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:અંકલેશ્વર પાલિકાએ NOC વિનાની 5 બિલ્ડિંગના પાણી-ગટર જોડાણ કાપ્યા

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર NOC માટે પાલિકામાં અરજી પાલિકા ચીફ ઓફિસરે તાકીદ કરી

અંકલેશ્વર પાલિકાએ એનઓસી વગર ની 5 બિલ્ડિગ ના પાણી અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. ફાયર એનઓસીને ધ્યાને લઇ કાર્યવાહી કરી હતી. વધુમાં ફાયર NOC માટે બિલ્ડીંગ, હોસ્પિટલ અને શાળાના પ્રમુખે તાત્કાલિક ફાયર NOC માટે પાલિકામાં અરજી પાલિકા ચીફ ઓફિસર તાકીદ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ફાયર એનઓસીની કડક કાર્યવાહી થાય તેવી તાકીદ કરાઈ છે.

ખાસ કરી વિવિધ બિલ્ડિંગ તેમજ હોસ્પિટલ અને શાળા તેમજ ટ્યુશન ક્લાસીસમાં થતી હોનારતોને લઇ માનવ મૃત્યુ થઇ રહ્યા છે જે વચ્ચે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ દક્ષિણ ઝોન દ્વારા તમામ પાલિકા ઓ ફાયર એનઓસી અંગે કડક સૂચના અને એક્શન લેવા તાકીદ કરી હતી જે અનુસાર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારની 5 જેટ્લી બિલ્ડીંગની સરપ્રાઈઝ ચેકિંગ કરી હતી અને ફાયર એનઓસી ના જણાતા તેમના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખી કડક કાર્યવાહી નો પરચો આપ્યો હતો તેમજ બિલ્ડિગ સંચાલક ને નોટીસ ફટકારી હતી.

આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવભાઈ કોલડીયા એ જણાવ્યું હતું કે ફાયર NOC માટે બીલ્ડીંગ, હોસ્પિટલ અને શાળાના પ્રમુખે ફાયર NOC માટે પાલિકામાં અરજી કરવાની રહશે.હાલ 5 મિલ્કતના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપ્યા છે આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રહેશે આ બાબતે સરપ્રાઈઝ ચેકિંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...