ઉત્તરાયણ પર્વમાં સેવાકાર્ય:અંકલેશ્વર નગરપાલિકા અને વન વિભાગે નિર્દોષ જીવ બચાવવા કેમ્પ યોજ્યો; રેસ્ક્યુ અને સારવાર અભિયાન હાથ ધરવામાં આવ્યું

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નગરપાલિકા અને વન વિભાગ એ નિર્દોષ જીવ બચાવવા કેમ્પ યોજ્યો હતો. જેમાં કરુણા અભિયાન અંતર્ગત પાલિકા દ્વારા જવાહર બાગ ખાતે વિશેષ જીવદયા પ્રેમી સાથે કેમ્પ યોજાયો હતો. વન વિભાગ અને સામાજિક સંસ્થા અને અગ્રણીઓ સાથે પતંગ દોરીથી કપાતા પક્ષીઓ માટે રેસ્ક્યુ અને સારવાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જીવદયા અભિયાન અંતર્ગત લોકો હાજર રહ્યા
અંકલેશ્વરમાં વન વિભાગ તેમજ સેવાભાવી સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ અને સામાજિક અગ્રણીઓ અંકલેશ્વર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓ માટે રેસ્ક્યુ અભિયાન શરુ કરી સારવાર માટે શાલીમાર નર્સરી લાવવામાં આવ્યા હતા. તો પાલિકા પ્રમુખ વિનય વસાવાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા જવાહર બાગ વિશેષ રેક્સ્યૂ કેમ્પ યોજાયો હતો. તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાંથી ઉત્તરાયણના દિવસે પતંગની દોરીમાં કપાયેલા અબોલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર આપી હતી.

જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા
વિવિધ સ્થળેથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી શાલીમાર નર્સરી ખાતે લઇ આવી સારવાર આપી તેમને મુક્ત કરવાની તજવીજ આરંભી હતી. અંકલેશ્વર માંથી અનેક પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...