પિરિયડ્સ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ:અંકલેશ્વર મ્યુનિસિપલ હોસ્પિટલે કન્યા શાળા ખાતે પિરિયડ સ્વચ્છતા કેમ્પ યોજ્યો; હિમોગ્લોબીનની તપાસ-સેનેટરી પેડનું વિતરણ કરાયું

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ અને કન્યા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 6થી 8ની વિદ્યાર્થિનીઓ માટે પીરીયડ સ્વચ્છતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિમોગ્લોબીનની તપાસ અને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરી સમજણ અપાઈ
અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ 3 ખાતે પાલિકા મ્યુનિસિપલ ડિસ્પેન્સરી દ્વારા પિરિયડ સ્વચ્છતા કેમ્પ યોજાયો હતો. જેમાં ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન પુષ્પા મકવાણા, ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર સનોબર કાનુગા, નગરપાલિકાના સભ્ય જ્યોત્સના રાણા, રુક્મણિ થવાનીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કેમ્પમાં ધોરણ 6થી 8ની વિદ્યાર્થિનીઓને ટૂંકી ફિલ્મ દર્શાવીને પિરિયડ દરમ્યાન થતી શારીરિક તકલીફ અંગે માહિતી આપવામાં આવી હતી.

હિમોગ્લોબીનની તપાસ કરીને જરૂરી ટેબ્લેટ આપવામાં આવી
ત્યારબાદ વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબીનની તપાસ કરીને જરૂરી ટેબ્લેટ આપવામાં આવી હતી. સાથે વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડ અને પિરિયડ દરમ્યાન સ્વચ્છતા અંગે ઇન્ટર્નલ લિક્વીડ વોશ બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કન્યા શાળાના આચાર્ય અને શિક્ષિકાઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...