વિદેશી દારૂની હેરાફેરી:અંકલેશ્વર માંડવા ગામે પોલીસ જોઈને કાર મૂકીને ખેપીયો ફરાર, પોલીસે 1.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર19 દિવસ પહેલા

અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં પોલીસને જોઈએ એક ઇસમની કાર મૂકીને ફરાર થયો હતો. ત્યારે કાર અંદર તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ હતો. પોલીસે દારૂના જથ્થા સાથે કાર મળીને કુલ રૂ.1.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વોન્ટેડ આરોપીને પકડવાની કવાયત હાથ ધરી છે.

કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો
અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થતો હોવાની માહિતી અંકલેશ્વર શહેર પોલીસને મળી હતી.સદર બાતમીના અંકલેશ્વર શહેર પોલીસે તે વિસ્તારમાં વોચ ગોઠવી હતી.તે દરમિયાન એક કાર ચાલક પોલીસને જોઈ કાર સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસ તાત્કાલિક દોડીને કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલોની ગણતરી કરતા કારમાંથી અલગ બ્રાન્ડની કુલ 504 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 64 હજારથી વધુનો દારૂ અને અલ્ટો કારની કિંમત રૂ.1 લાખ ગણીને કુલ 1.64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...