તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાશકારો:અંકલેશ્વર કોરોના મુક્ત!, નવો કેસ નહીં, હોસ્પિટલ ખાલી

અંકલેશ્વર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન માં મુંબઈથી આવેલા પરિવારના 4 સભ્યો પૈકી 2નો રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો

અંકલેશ્વરમાં કોરોનાનો કોઈ કેસ નહીં નોંધાતા જાણે કોરોના મુક્ત બન્યું હોય તેમ સૌએ હાશકારો અનુભવ્યો છે.અંકલેશ્વરમાં 19 મે 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. લોકડાઉન - 4માં મુંબઈથી આવેલા પરિવારના 4 સભ્યો પૈકી 2નો રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. ત્યારબાદ અંકલેશ્વરમાં 7 મહિનામાં કોરોનાના 1222 દર્દી નોંધાયા છે. જેમાંથી 1214 દર્દી સાજા થયા હતા. સરકારી ચોપડે સત્તાવાર મૃત્યુ આંક 8 નોંધાયો છે. જયારે બિન સત્તાવાર 200 થી વધુ લોકોના મોત થયા છે.

એક તબક્કે ભરૂચ જિલ્લા માં માત્ર અંકલેશ્વર તાલુકામાં લોકડાઉનના ચાર તબક્કા સુધી એકપણ કેશ નોંધાયો ના હતો અને લોકડાઉન ના 58 દિવસે અચાનક લોક ડાઉન ચોથા તબક્કાના અંતિમ દિવસોમાં 19 મેના રોજ પહેલો કોરોના દર્દી અંકલેશ્વરમાં નોંધાયો હતો. એ પૂર્વે અંકલેશ્વર અમદાવાદ થી આવેલ 2 ટ્રક ચાલાક કોરોના સંક્રમિત મળ્યા હતા પરંતુ તે અમદાવાદ ની ટ્રાવેલ હિસ્ટ્રી ને લઇ અંકલેશ્વર માં નોંધ્યા ના હતા. કોરોના સૌથી છેલ્લા તાલુકા તરીકે અંકલેશ્વર માં કેશ નોંધાયો હતો ત્યાં સુધી લોકડાઉનનું કડક પાલન અને તંત્રની મહેનત રંગ લાવી હતી ત્યાં અચાનક અન લોક જાહેર કરતાજ લોકો બે ફિકરા બની બહાર આવતાજ અંકલેશ્વરમાં કોરોના ની પીક પકડી અને જુલાઈ.

ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના કોરોના ના દર્દીઓ એક તબક્કે રોજના 6 થી વધુ તો ક્યારેક 13 દર્દી સામે આવ્યા હતા અને સૌથી વધુ 15 દર્દી પણ અંકલેશ્વર માં નોંધાયા હતા. તો દિવસે દિવસે મૃત્યુ અનેક પણ વધ્યો હતો એક સમયે અંકલેશ્વર એક સાથે 4 વ્યક્તિ ના મોત નીપજ્યાની પણ ઘટના સામે આવી હતી.

કોરોનામાં જયાબહેન મોદીની સિંહ ફાળો રહ્યો
ભરૂચ જિલ્લા ની સૌ પ્રથમ કોવીડ હોસ્પિટલ અંકલેશ્વર ની જયાબહેન મોદી હોસ્પિટલ બની હતી જેમાં 10 એપ્રિલ ના રોજ જંબુસર આવેલ જિલ્લા ના પ્રથમ 3 દર્દી દાખલ કરવામાં આવ્યા હતા જિલ્લા અંદાજિત 1000 થી વધુ દર્દીઓ સારવાર લીધી છે જે પૈકી હોસ્પિટલ સાજા થવાનો રેસિયો પણ 96 % જેટલો રહ્યો છે.

રાજ્યની સૌ પ્રથમ કોવીડ સ્મશાનગૃહ અંકલેશ્વર માં બન્યું
કોરોના કાળ માં જ્યાં એક તબક્કે ભરૂચ જિલ્લા માં મૃતક દર્દીના અગ્નિસંસ્કાર સમસ્યા સર્જાય હતી. તે વખતે દર્દી પરિવાર ની સમસ્યા ને ધ્યાને લઇ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ કિનારે અંકલેશ્વર તરફના કિનારે રાજ્ય નું સૌ પ્રથમ કોવિદ સ્મશાનગૃહ બન્યું હતું અને જ્યાં અત્યર સુધી જિલ્લાના 483 થી વધુ મૃતકોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો