કોરોના મુક્ત:અંકલેશ્વર કોરોના મુક્ત બન્યું, વેક્સિનેશન પણ 107 % ને પાર, શહેર-તાલુકામાં વેક્સિનનો બીજો ડોઝ 31.15 % લોકોએ લીધો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં છેલ્લો 28 જુલાઈએ કોરોનાનો કેસ નોંધાયો હતો

અંકલેશ્વર કોરોના મુક્ત બન્યું છે. તો વેક્સિનેશન પણ 107 % ને પાર થઇ ગયો છે. 28 જુલાઈ ને અંકલેશ્વર માં કોરોના નો અંતિમ કેસ નોંધાયો હતો.ભરૂચ જિલ્લા માં છેલ્લે કોરોના 7 ઓગસ્ટ ના રોજ નોંધાયો હતો. અંકલેશ્વર પ્રથમ ડોઝ 107 % થયું છે. બીજો ડોઝ 31.15 % પહોંચ્યું છે. કુલ 3.27.619 લોકો એ વેક્સીન ના પહેલા અને બીજા ડોઝ લઇ કોરોના કવચ મેળવ્યું છે. કોરોના ની ત્રીજી લહેર હજી સુધી આવી નથી તે પૂર્વે અંકલેશ્વર માં કોરોના વેક્સીન વડે નાગરિકો કવચ મેળવી કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સજ્જ બન્યા છે.

અંકલેશ્વર તાલુકા માં 18 વર્ષ થી ઉપર ના 232405 લોકો સામે 249806 લોકો ને વેક્સીન આપવામાં આવી છે. વેક્સીન ના પ્રથમ ડોઝ નો લક્ષ્યાંક 107 % પૂરો કર્યો છે જેમાં અંકલેશ્વર માં આવતા ઔદ્યોગિક કામદારો જે તાલુકા બહાર ના હોવા છતાં તેમને વેક્સિનેશન કરવામાં આવતા ટકાવારી વધી છે. તો બીજા ડોઝ માં 77813 લોકો વેક્સીન લીધી છે જે 31.15 % વેક્સીન બીજો ડોઝ લઇ નાગરિકો સુરક્ષિત બન્યા છે. આ વચ્ચે કુલ અત્યાર સુધી 327619 લોકોએ વેક્સીન ના ડોઝ લીધા છે. અંકલેશ્વર માં 10 થી વધુ ગામોમાં 100 % વેક્સીન લક્ષ્યાંક મળ્યો છે. જયારે અન્ય ગામો 80 થી 90 % લક્ષ્યાંક પાર થયો છે.

જેમાં જે લોકો હજી પણ વેક્સીન લેવા સંકોચ અનુભવી રહ્યા છે તેમને આરોગ્ય વિભાગ સમજાવી રહ્યા છે. તો સ્લમ વિસ્તાર માટે વિશેષ વેક્સીન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર માં કોરોના ની પ્રથમ લહેર કરતા બીજી લહેર ઘાતક નીવડી હતી. જેમાં સૌથી વધુ મોત અને દર્દીઓ નોંધાયા હતા. અંકલેશ્વર માં બંને લહેર મળી કુલ 3020 દર્દી કોરોનાના નોંધાયા હતા જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 1499 અને શહેરી વિસ્તારમાં 1521 કોરોના દર્દી નોંધાયા હતા. જેપી પૈકી કુલ 2995 દર્દીઓ કોરોના માં સાજા થયા છે જયારે સત્તાવાર મોત 25 નોંધાયા છે.

જેમાં ગ્રામ્ય, નોટીફાઈડ અને પાલિકા ના ઈશ્યુ થયેલા ડેથ સર્ટી જોતા આંકડો 600 ને પાર થયો છે. જો કે આ વચ્ચે સૌથી વધુ રાહત ના સમાચાર એ છે કે અંકલેશ્વર તાલુકા માં અંતિમ કેસ 28 જુલાઈ ના રોજ નોંધાયો હતો જે બાદ આજે 1 સપ્ટેમ્બર થઇ છે. ત્યાં સુધી એકપણ કેસ નોંધાયો નથી. સરકારી ગાઈડલાઈન મુજબ 28 દિવસ સુધી જો એક પણ કેસ નોંધાય નહિ તો તાલુકા ને કોરોના મુક્ત ગણાય છે. જે અવધિ અંકલેશ્વર ની પાર થઇ ચુકી છે તેમજ અંકલેશ્વર માં વેક્સિનેશન પણ 18 કરતા વધુ ઉંમર ના લોકો 107 % પહોંચ્યું છે. જે જોતા આગામી ત્રીજી લહેર માટે અંકલેશ્વર તાલુકો હોલ કોરોના વેક્સીન કવચ મેળવી સજ્જ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...