તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કોરોના બાદ ઉદ્યોગોને ક્રિસમસ વેકેશનનું ગ્રહણ અંકલેશ્વરમાં ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટમાં 33 ટકાનો ઘટાડો

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કન્ટેનર શિપિંગનો ભાવ 5 ગણો વધતા ક્રિસમસ પૂર્વે ઉદ્યોગોને મળતા એડવાન્સ ઓર્ડરથી મળેલી રાહત પણ મોંઘી
 • અંકલેશ્વરમાંથી રોજના 150થી વધુ કન્ટેઇનર એક્ષ્પોર્ટ થતા હતા તેમાંથી ઘટીને 100 પર આવી ગયાં

કોરોના મહામારી વચ્ચે પ્રથમ વખત ઉદ્યોગોમાં તેજી આવી પણ હવે ક્રિસમસ વેકેશન ગ્રહણ નડી રહ્યું છે. કોરોના નવા સ્ટ્રેનને લઇ યુરોપ, ચાઇના અને જાપાનમાં ક્રિસમસ વેકેશન 15 ફેબ્રુઆરી સુધી લાંબાવતા ઉદ્યોગો માટે આફત વધી છે. મજૂબરી વચ્ચે કન્ટેનર શિપિંગનો ભાવ 5 ઘણો વધતા ઉદ્યોગોને એડવાન્સ ઓર્ડર ક્રિસમસ પૂર્વે મળતા ઉદ્યોગો થોડી રાહત પણ હવે મોંઘી પડી રહી છે. જેની અસર ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ આવી રહી છે. એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટમાં 33 % જેટલો ઘટાડો આવ્યો છે. કોરોના કાળમાં અનેક સમસ્યા વચ્ચે ઉદ્યોગોનું ઉત્પાદન ફરી ઘટ્યું છે.

અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા સહિત જિલ્લામાં આવેલી તમામ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગો વિશ્વ બજારમાં અને કંપની સાથે એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ કરી રહી છે.24 ડિસેમ્બરના રોજ ક્રિસમસ અને 31 ડિસેમ્બર ન્યુ યરને લઈ ક્રિસમસ વેકેશનની શરૂઆત થઇ છે. 2020માં કોરોના કાળનું ગ્રહણ વર્ષના અંતે પણ ઉદ્યોગોને હવે દઝાડી રહ્યું છે. યુરોપમાં લંડનમાં શરૂ થયેલા કોરોનાની નવી સ્ટ્રેનને લઇ ત્યાં આગામી ફેબ્રુઆરી સુધી ક્રિસમસ વેકેશન લંબાવાના ભણકારા વાગી રહ્યા છે. ચીન અને જાપાન સહીત અમેરિકામાં પણ ક્રિસમસ વેકેશન લંબાઈ શકે છે. જેને લઇ તેની અસર સીધી સ્થાનિક ઉદ્યોગો પર પડી રહી છે.

ખાસ કરી પેન્ડિંગ ઓર્ડર હાલ વિદેશી કંપનીના સ્વીકાર અટકી જતાં સ્થાનિક ઉદ્યોગમાં એક્ષ્પોર્ટ-ઇમોર્ટ અંદાજિત 33 ટકા જેટલો ઘટાડો થશે. કોરોના કાળ વચ્ચે ક્રિસમસ વેકેશનને લઈ હાલ તો સ્થાનિક ઉદ્યોગમાં ઉત્પાદન દર ઘટવાની સ્થિતિનું નિર્માણ થયું છે. તેમજ સ્થાનિક ઉદ્યોગો આગામી 20 દિવસમાં પેન્ડિંગ ઓર્ડર પૂર્ણ કરવાના પ્લાનિંગમાં ગોઠવાયા છે. ફરી વૈશ્વિક માર્કેટ રાબેતા મુજબ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે જૂજ ચાલી રહેલા શિપિંગ સેવામાં ઇફેક્ટ જોવા મળી રહી છે. જેમાં શીપિંગ કન્ટેનરના ભાવ 5 ઘણા વધી ગયા હોવાની સમસ્યા પણ સામે આવી રહી છે.

એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટમાં અંદાજિત 30 ટકાથી વધુનો ધટાડો નોંધાયો
કોરોના કાળ વચ્ચે ઉદ્યોગો માંડ બેઠા થયા હતા જે બાદ વૈશ્વિક બજારમાં તેજી આવી હતી પરંતુ ક્રિસમસ વેકેશન અને યુરોપમાં આવેલ કોરોનાની નવી સ્ટ્રેનને લઇ ત્યાં લોકડાઉન ચાલી રહ્યું છે જે લંબાઈ શકે છે. જેની અસર એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ પર પડશે.અંકલેશ્વરના રોજના 150થી વધુ કન્ટેનર જતા હતા.તેમાંથી 100 પર પહોંચતા 30 થી 33 % જેટલો ઘટાડો થયો છે. - મહેશ પટેલ, પૂર્વ પ્રમુખ એ.આઈ.એ

400થી 600 કરોડ એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ પર અસર વર્તાશે
અંદાજિત 30 ટકા જે એક્ષ્પોર્ટ- ઇમોર્ટનો ધટાડો નોધશે. તેજોતાં સરેરાશ 400 થી 600 કરોડના ફોરેન બિઝનેશ પર આ 20 દિવસમાં અસર થશે. આગામી 20દિવસમાં અંદાજિત 10 હજાર કરોડ એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ બિઝનેશ પર બ્રેકલાગશે. તેવો અંદાજ એક્ષ્પોર્ટ અને ઈમ્પોર્ટર લગાવી રહ્યા છે.

સ્ટ્રેનના કારણે યુરોપમાં લોકડાઉનથી નવા ઓર્ડર પર બ્રેક વાગશે
ક્રિસમસ વેકેશનની ફોરેન માર્કેટમાં શરૂઆત થતાજ આગામી 10જાન્યુઆરી 2020 સુધી ઓર્ડર નવા ઓર્ડર પર બ્રેક વાગી છે. કોરોના કાળમાં યુરોપમાં દેખા દીધેલા નવા સ્ટ્રેનને લીધે ત્યાં લોક ડાઉન ચાલી રહ્યું છે જે લંબાઈ શકે છે. જેની અસર સીધી એક્ષ્પોર્ટ-ઇમોર્ટ બિઝનેશ પર પડશે. - બી.એસ.પટેલ. પ્રમુખ, પી.આઈ.એ

ક્રિસમસ વેકેશન વચ્ચે કન્ટેનરના ચાર્જમાં પણ 5 ગણો વધારો થયો છે
એક્ષ્પોર્ટ - ઈમ્પોર્ટમાં ક્રિસમસ વેકેશન અને કોરોના કાળ વચ્ચે જ્યાં એક કન્ટેનરના 400 ડોલર ભાવ હતો. તે વધી 1500 ડોલર થઇ ગયો છે.સરકાર આ માટે અનેક પગલાં ભરી રહી છે.યુરોપમાં ફેબ્રુઆરી સુધી ક્રિસમસ વેકેશન લંબાવાઇ રહ્યું છે.જેને લઇ વધુ અસર એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ પર થશે. - રાજેશ દુધાત, એક્ષપોર્ટર

ઉદ્યોગોના એક્ષ્પોર્ટ અને ઇમ્પોર્ટ શોર્ટ ટર્મ ઇફેક્ટ પર આવશે
ક્રિસમસ વેકેશનને લઈ નવા ઓર્ડર નહીં મળે જેને લઈ એક્ષ્પોર્ટ-ઇમોર્ટમાં ઘટાડો થશે.એક્ષ્પર્ટ ઈમ્પોર્ટમાં શોર્ટ ટર્મ પ્રતિ વર્ષ જે ઇફેક્ટ હોય છે તેજ હાલ જોવા મળી રહી છે. કોરોના ઇફેક્ટને લઇ જેમાં થોડી અસર વધી શકે છે. - અશોક પંજવાણી, પ્રમુખ, જે.આઈ.એ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો