ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ સમાન પક્ષીઓ માટેના ચબુતરા હવે લુપ્ત થઇ રહયાં છે. લુપ્ત થતા પક્ષીઓની પ્રજાતિઓ ના રક્ષણ માટે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. અંકલેશ્વરમાં નવા બોરભાઠા અને રામકુંડ ખાતે જ હાલ ચબુતરા જોવા મળી રહયાં છે.
ત્રીસ વર્ષ જૂનો ચબુતરો અંકલેશ્વરમાં બોરભાઠા પાસે આવેલો છે. પક્ષીઓના ચણ માટે યોગ્ય સ્થાન તરીકે હજી જીવંત અવસ્થામાં છે. 1992ની સાલમાં નવા બોરભાઠાના રતનદાદા દ્વારા બનાવેલ ચબૂતરો અંકલેશ્વર શહેરની એક ઓળખ સમાન બન્યો છે. ચબૂતરાનો મૂળ અર્થ કબૂતરોને ચણવા માટેની જગ્યા છે. કબુતર જીવજંતુઓના બદલે અનાજ ખાવાનું વધારે પસંદ કરતું હોય છે. તે અન્ય પંખીની જેમ વગડામાં રહેવાને બદલે ગામડાંમાં અને નગરોમાં માનવ વસાહતોમાં રહેવાનું પસંદ કરે છે.
પક્ષીઓ શાંતિથી ચણ ચણી શકે અને શિકારી પ્રાણીઓનો શિકાર ન બને તે માટે ચબુતરાની શોધ કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર તથા તાલુકામાં ચબુતરાની સંખ્યા ઘટી રહી છે. હાલમાં અંકલેશ્વર નગરપાલિકા શહેરમાં બ્યુટિફિકેશન પર પણ કામ કરી રહી છે અને વિવિધ પ્રોજેક્ટોમાં બ્રિજ, સર્કલ, ડિવાઈડરથી લઈ ગાર્ડનન ેઆકર્ષક બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં આવેલા ગામતળ વિસ્તારમ ાંપાણીની ૫૨બ, ચબૂતરો,મૂકીને કાયાકલ્પ કરવું અને ધ્યાન આપવું જોઈએ તેમ પક્ષીવિદ અમિત રાણાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.