વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત:અંકલેશ્વર-હાંસોટ તાલુકાના પ્રાંત કક્ષાનો 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમ યોજાયો, લાભાર્થીઓને આયુષ્યમાન, રેશન કાર્ડ અને ચેક વિતરણ કરાયા

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર હાંસોટ તાલુકાના પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં અંકલેશ્વર-હાંસોટ તાલુકાના 2 કરોડ ઉપરાંતના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જ્યારે સખી મંડળોને મહાનુભાવોના હસ્તે ચેક, આયુષ્ય કાર્ડ સહિતની યોજનાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિશ્વાસથી વિકાસ અંતર્ગત ખાતમુહૂર્ત અને લોકાર્પણ
ગુજરાત સરકાર દ્વારા તા.12 અને 13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે અંકલેશ્વર- હાંસોટ તાલુકાના પ્રાંત કક્ષાનો અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આ વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં અંકલેશ્વર-હાંસોટ તાલુકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સખી મંડળોને મહાનુભાવોના હસ્તે ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લાભાર્થીઓને વિવિધ યોજનાઓના કાર્ડનું વિતરણ
અંકલેશ્વર- હાંસોટ 2 કરોડ ઉપરાંતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભારત પટેલ, પ્રાંત અધિકારી નૈતિકા પટેલ, મામલતદાર કરણસિંહ રાજપુત, હાંસોટ મામલતદાર હાર્દિક બેલડીયા, નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...