દુર્ઘટના:અંકલેશ્વર GIDCની સજ્જન ઇન્ડિયા કંપનીમાં આગ ભભૂકી

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શટડાઉન દરમિયાન ચાલી રહેલ મેઇન્ટેનન્સ દરમિયાન ઘટના બની+
  • ફાયરની​​​​​​​ ટીમે આગ પર કાબુ મેળવ્યો, ઘટનામાં કોઇ જાનહાની નહીં

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સજ્જન ઇન્ડિયા કંપનીમાં લાગી આગ હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતા. કંપનીમાં શટડાઉન દરમિયાન ચાલી રહેલ મેઇન્ટેનન્સ દરમિયાન ઘટના બની હતી. કોઈ જાનહાની નહિ સર્જાય ના હતી. કંપની ફાયર ટીમ ત્વરિત અસર થી એક્શન માં આવી સ્થિતિ કાબૂમાં લીધી હતી.

કંપનીમાં શટડાઉન દરમિયાન પ્લાન્ટમાં મેન્ટેનન્સ ચાલી રહ્યું હતું તે દરમિયાન કંપની ત્રીજા માળે અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. જોત જોતા માં અંગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને ડીપીએમસીને પણ જાણ કરતા ડીપીએમસી ફાયર ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને અર્ધા કલાક ની જહેમત આગ પર કાબુ મેળવી લીધો હતો. આ કોઈ જાનહાની ન સર્જાતા કંપની મેનેજમેન્ટ એ હાશકારો અનુભવ્યો હતો. કંપની દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરીને જાણ કરતા ફેક્ટરી ઇન્સ્પેક્ટર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...