અચાનક ભડભડ આગ સળગી ઉઠી:અંકલેશ્વર GIDCની કેમાતુર અને કેમી ફાઇબર કંપનીમાં આગ લાગતા ભારે નુકશાન, DPMCના લાશ્કરો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર17 દિવસ પહેલા

કેમતુરમાં લાગેલી આગે બાજુમાં આવેલી કેમી ફાઇબરને ચપેટમાં લીધી હતી. અંકલેશ્વર GIDCમાં આવેલી કેમાતુર કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગના કારણે બાજુમાં આવેલી ફાઇબરને કંપનીને પણ ચપેટમાં લીધી હતી. DPMCના લાશ્કરોએ દોડી આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં કોઈ જાનહાનિ થવા ન પામી હતી.

જોકે આગમાં કોઈ જાનહાનિ નોંધાઇ ન હતી
અંકલેશ્વર GIDCની કેમાતુર ચોકડી નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં ગત રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતા આજુ બાજુમાં આવેલા કેમી ફાઇબર કંપનીને પણ ચપેટમાં લીધી હતી. જેના કારણે આગ વધુ વિકરાર બની હતી. બનાવની જાણ અંકલેશ્વર DPMC સહિતના ફાયર ટેન્ડરના લાશ્કારોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિના નહિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના કારણે બંનેય કંપનીને મોટું નુક્શાન થવા પામ્યું છે. જોકે કંપનીમાં આગ ક્યાં કારણોસર લાવી હતી તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...