તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:અંકલેશ્વર GIDCની ‌BOBમાં માસ્ક કેમ નથી પહેર્યું કહી ગઠિયાએ રૂ 30 હજાર સેરવી લીધા

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યુસ વેચી કમાતો શ્રમજીવી બચતની મૂડી બેંકના ખાતામાં જમા કરવા આવ્યો હતો
  • સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ભેજાબાજોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી સ્વસ્તિક એન્જીનીયરીંગ કંપની પાસે રહેતા અરમાન સાકીર શેખ 2 દિવસ પૂર્વે સરદાર પાર્ક પાસે આવેલી બેંક ઓફ બરોડા શાખા માં 30 હજાર રૂપિયા જમા કરવા માટે આવ્યો હતો તે બેંકમાં લાઈન માં હતો ત્યારે બે ગઠિયાઓ તેની પાસે આવ્યા હતા અને માસ્ક કેમ પહેર્યું નથી તેમ કહી બેંક બહાર લઇ ગયા હતા ને નજર ચૂકવી 30 હજાર રૂપિયા લઇ ટકોર કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

ત્યારબાદ અરમાન સાકીર શેખ બેંક જતા પોતાના રૂપિયા શોધતા ના મળી આવતા ચોરી થઇ ગયા હોવાનું અને બંને ભેજાબાજો લઇ ગયા હોવાનો અહેસાસ થયો હતો. જે અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપી હતી તેમજ જે ગઠિયાઓ બહાર લઇ ગયા હતા. તેને બેંકના સીસીટીવીમાંથી ઓળખી પોલીસ સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી ભેજાબાજોને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...