બુટલેગરના ઘરે પોલીસના દરોડા:અંકલેશ્વર GIDC પોલીસે સારંગપુરની મહિલા બુટલેગરને બાથરૂમમાં સંતાડેલો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી

અંકલેશ્વર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર જીઆઇડીસી પોલસે સારંગપુર ગામથી મહિલા બુટલેગરે ઘરના પાછળ બનાવેલા બાથરૂમમાં સંતાડેલો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ઈંગ્લીશ દારૂની 76 બોટલ મળી કુલ 7600 રૂપિયા દારૂ જપ્ત કર્યો હતો.

બાથરૂમમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ સારંગપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, આદર્શ નગર ખાતે રહેતા મહિલા બુટલેગર અરુણા વિક્રમસિંહ રાઠવાએ મોટા પાયે ઈંગ્લીશ દારૂ લાવી વેચાણ કરી રહી છે. જે આધારે જીઆઇડીસી પોલીસ દ્વારા મહિલા બુટલેગરના ધરે દરોડા પાડ્યા હતા. જ્યાં ઘરમાં સર્ચ કર્યા બાદ ઘર પાછળ વાળામાં રહેલા બાથરૂમમાં સર્ચ કરતા અંદરથી ઈંગ્લીશ દારૂની 180 એમએલની 76 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 76 બોટલ મળી 7600 રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ મહિલા બુટલેગર અરુણા રાઠવા ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...