વિદ્યાર્થિનીઓને અપાઈ કાયદાકીય માહિતી:અંકલેશ્વર GIDC પોલીસે સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં જાગૃતિ કાર્યકમ યોજ્યો, સેલ્ફ ડિફેન્સ, સાયબર ક્રાઇમ, પોક્સો એક્ટની માહિતી આપી

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂકુળ સ્કૂલમાં ધોરણ 9 અને 10ની વિદ્યાર્થિનીઓને કાયદાકીય માહિતી અપાઈ

અંકલેશ્વરની સ્વામિનારાયણ ગુરુકુલ હાઇસ્કૂલ ખાતે જીઆઇડીસી પોલીસ દ્વારા ધોરણ 9 અને 10ની વિદ્યાર્થિનીઓ માટે મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી સેલ્ફ ડિફેન્સ,સાયબર ક્રાઇમ,પોક્સો એક્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીનીઓની માતાઓ પણ હાજર રહી હતી.

શાળાની વિદ્યાર્થિનીઓને કાયદાકીય માહિતી અપાઈ
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પીએસઆઇ વૈશાલી આહીર દ્વારા જીઆઇડીસીમાં આવેલી સ્વામી નારાયણ ગુરુકુલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓ માટે મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થિનીઓ સાથે તેમની માતાઓ પણ ઉપસ્થિત રહી હતી. જેમાં પીએસઆઇ વૈશાલી આહીર દ્વારા આ વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ, સાયબર ક્રાઇમ ,સોશ્યલ મીડિયા, ઓનલાઇન ફ્રોડના બનતા ગુનાઓ તેમજ પોક્સો અંગે કાયદાની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

વિવિધ ગુનાઓ તેમજ પોક્સો વિશે માહિતી અપાઈ
આ સિવાય પોલીસ દ્વારા રચના કરવામાં આવેલી સી ટીમ જે સ્કૂલ-કોલેજ પાસે પેટ્રોલિંગ કરતી હોય છે જેના ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુરૂકુલ હાઈસ્કૂલના ટ્રસ્ટી કિશોર પાનસુરીયા, આચાર્ય હેમલતા શ્રીસ્વાલ, અલકાબેન તેમજ જીઆઇડીસી પોલીસ મથકનો પોલીસ સ્ટાફ, શિક્ષકગણ સહિત વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...