આરોપીને સખત સજા ફટકારાઈ:વાલિયાના નિકોલી હોલા કોતર ગામે આડા સંબંધની શંકાએ પતિએ પત્નીની હત્યા કરનાર પતિને અંકલેશ્વર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલિયાના નિકોલી હોલા કોતર ગામ ખાતે વર્ષ 2015માં પત્નીની આડા સંબંધના વહેમમાં હત્યા કરનાર પતિને પોતાની પુત્રીની જુબાનીના આધારે આજીવન કેદની સજા અંકલેશ્વર કોર્ટે ફટકારી હતી.

આડા સંબંધની શંકાએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી
વાલિયા તાલુકાના નિકોલી હોલા કોતર ગામ ખાતે રહેતા શૈલેષ છોટુ વસાવાના લગ્ન સોનલ વસાવા જોડે થયા હતા. લગ્ન દરમિયાન તેમને બે પુત્રીઓ થઈ હતી. લગ્ન જીવન દરમિયાન શૈલેષ વસાવાને પત્ની સોનલના ચારિત્ર્ય ઉપર શંકા હતી કે, તેનો સંબંધ અન્ય કોઈ ઈસમ સાથે જે શંકા દ્રઢ બનતા આડા સંબંધના વહેમમાં 1 જૂન 2015માં પોતાની જ પત્ની સોનલને ગંભીર રીતે માર મારી હત્યા કરી નાખી હતી. જેનો મૃતદેહને સંતાડી અને નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેનો ગુનો વાલિયા પોલીસ મથકે નોંધાઇ હતી. જેમાં પોલીસે શૈલેષ છોટુ વસાવાને શંકાના આધારે ધરપકડ કરી પૂછપરછ કરતા હત્યાની કબૂલાત કરી હતી.

પુત્રીની જુબાનીના આધારે કોર્ટે પિતાને સજા ફટકારી
વાલીયા પોલીસે મૃતક સોનલનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. જેનો કેસ અંકલેશ્વરની એડિશન સેશન કોર્ટના જ્જ વી.જે કલોત્રાની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ જીગર પટેલની દલીલને પુરાવા રજૂ કરી સાંયોગિક પુરાવા સાથે મૃતક સોનલની પુત્રી નેહાની જુબાની રજૂ કરી હતી. જે દલીલો અને સાંયોગિક પુરાવા સાથે નેહાની જુબાની આધારે અંકલેશ્વર શેસન કોર્ટના જ્જ વી.જે કલોત્રાએ પત્નીની હત્યા કરનાર શૈલેષ વસાવાને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો

અન્ય સમાચારો પણ છે...