જુગારધામ પર પોલીસ ત્રાટકી:અંકલેશ્વર શહેર પોલીસે બોરભાઠા બેટ ગામે બાવળની ઝાડીમાં જુગાર રમતા 2 ઇસમોને ઝડપી પાડ્યા, 4 વોન્ટેડ જાહેર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર શહેર પોલીસે જુના બોરભાઠા બેટ ગામે રેલ્વે નજીક ભદ્રકાળી મંદીરની બાજુમા આવેલા બાવળની ઝાડીમાં ખુલ્લામાં જુગાર રમતા 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે 4 ઈસમો પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.10 હજાર રોકડા, 4 નંગ મોબાઈલ અને ત્રણ મોટર સાઇકલ મળીને કુલ રૂ.1.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે માહિતીના આધારે બોરભાઠામાં રેઈડ કરી હતી
ભરૂચ જિલ્લાના એસપી ડૉ.લીના પાટીલ દ્વારા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સુચનાઓ આપી હતી કે, જિલ્લામાં પ્રોહીબેશન -જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે મુજબ અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમા હાજર હતા. તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે, જુના બોરભાઠા બેટ ગામે રેલવે બ્રીજની બાજુમાં ભદ્રકાળી મંદીરની બાજુમાં આવેલા બાવળની ઝાડીમા ખુલ્લામાં કેટલાક ઇસમો જુગાર રમી રમાડે છે. સદર માહિતીના આધારે સ્થળ પર રેઇડ કરી હતી.

ચાર ઈસમો બાવળિયામાં ભાગવામાં સફળ રહ્યા હતા
પોલીસે સ્ટાફ માણસો સાથે કોર્ડન કારવા જતા જુગાર રમતા ઈસમોને પોલીસની જાણ થઈ જતા દોડધામ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા બે ઇસમો કલ્પેશભાઇ ઉર્ફે દુગી નટવરભાઇ રાવળ અન તેજસ યોગેશભાઇ પટેલને ઝડપી પાડ્યા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,870, મોબાઇલ નંગ -04 રૂ.15,500,ત્રણ મોટરસાયકલ કિંમત રૂ. 1 લાખ મળીને કુલ રૂ.1,26,370 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે અન્ય પાંચ ઇસમો પોલીસને ચકમો આપીને બાવળમાં ભાગી ગયેલા કીશન અશોકભાઇ ચુડાસમા, દશરથ સુકાભાઇ વસાવા, નેરો રાજુભાઇ રાવળ, ચંદ્રકાંત ઉર્ફે દિપક જેન્તીભાઇ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પડવાના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...