ચાઈનીઝ દોરી સાથે એક મહિલા ઝડપાઈ:અંકલેશ્વર શહેર પોલીસે જિન ફળિયામાંથી 18 નંગ બોબીન સાથે મહિલાની અટકાયત કરી

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર શહેરના જીન ફળીયામાં શહેર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે તેની પાસેથી રૂપિયા 10 હજાર ઉપરાંતના ચાઈનીઝ દોરીના 18 નંગ બોબીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે માહિતીના આધારે રેઈડ કરી દોરી પકડી પાડી
અંકલેશ્વર શહેર પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમિયાન શહેરના એસટી ડેપો સામે આવેલા જીન ફળીયામાં રહેતી 54 વર્ષીય લક્ષ્મી શના વસાવાએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે રેઇડ કરતા મકાનમાંથી ચાઈનીઝ દોરીના 5 હજાર વારના 18 નંગ બોબીન મળી આવ્યા હતા. શહેર પોલીસે લક્ષ્મી વસાવાની અટકાયત કરી રૂ.10,800ની કિંમતના ચાઈનીઝ દોરી અને બોબીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...