તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:અંકલેશ્વર શહેર ભાજપની કારોબારીની બેઠક યોજાઈ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા

અંકલેશ્વર શહેર ભાજપની વાર્ષિક કારોબારી બેઠક અંકલેશ્વર હાંસોટ રોડ સ્થિત ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે યોજવામાં આવી હતી. યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ માં આવી હતી. ત્યારબાદ કોરોના માં મૃત પામેલા પક્ષ ના તેમજ દેશ દુનિયા લોકો ને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ની અધ્યક્ષતા માં યોજવામાં આવેલ કારોબારી બેઠકમાં શહેર સંગઠન મજુબ કરવામાં પર ભાર મૂકવામાં આવ્યો હતો. પક્ષના કાર્યકરો અને હોદ્દેદારો ને સંગઠન મજબૂર કરવા તેમજ ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા અને કેન્દ્ર અને પ્રદેશ મોવડી તેમજ સરકાર ના કામો પ્રજા સુધી લઇ જવા અને વિકાસના કામો સાથે પક્ષની વિચારધારા ના પ્રવાહમાં લાવી સંગઠિત કરવા અંગેની હાકલ ઉપસ્થિત મોવડીઓએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...