જુગારીઓ રંગે હાથ ઝડપાયા:અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસે જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડ્યા; રોકડ રકમ સાથે 5 જુગારીઓને જેલ ભેગા કર્યા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસે ને.હા નં. 48 પર અંસાર માર્કેટના શ્રી સ્ટેટ ખાતે જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.14 હજાર 500ની રોકડ રકમ સાથે 5 જુગારીને જેલ ભેગા કર્યા હતા.

પોલીસે જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી
બી-ડિવિઝન પોલીસની ટીમ અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર અંસાર માર્કેટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન અમર તૃપ્તિ હોટલ બાજુમાં આવેલા શ્રી સ્ટેટ કમ્પાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતાં. પોલીસે સ્થળ પરથી તેમના અંગ ઝડતી અને દાવ પર લાગેલા રોકડ રૂ.14 હજાર 500 જપ્ત કર્યા હતા. તેમજ જુગાર રમતા સલમાન ઈરફાન કુરેશી, ફારૂક ફખરુદ્દીન શેખ, બિલાલ અહેમદ જલિલ અહેમદ, ફિરોજખાન પરવેજ ખાન અને હનુમાન પ્રસાદ કનોજીયાને ઝડપી પાડીને જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...