પોલીસની સરાહનીય કામગીરી:અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસે સેફટી ગાર્ડ વગરના વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપ્યા; ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી

અંકલેશ્વર20 દિવસ પહેલા

અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસે વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા. પ્રતિન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈના માર્ગદર્શન હેઠળ ઉતરાયણ પર્વ અનુલક્ષી સેફટી ગાર્ડ વિનાના ટુવ્હીલરને સેફટી ગાર્ડ લગાવી પતંગની દોરીથી કપાઈ નહિ તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતુ. ચાઈનીઝ દોરી વેચાણ અને તેના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી તેનો ઉપયોગ નહિ કરવા તાકીદ કરી હતી.

ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહિ કરવા તાકીદ કરાઈ હતી
આગામી ઉતરાયણ પર્વમાં દોરીને લઇ કોઈ વાહન ચાલક જીવ નહિ ગુમાવે તે ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વરના શહેર બી-ડિવિઝનના પીઆઈ વી.યુ.ગડરિયા દ્વારા નવતર અભિગમ અપનાવીને પ્રતિન ચોકડી ખાતે પોલીસ દ્વારા માર્ગ પર પસાર થતા ટુ વ્હીલર ચાલકોને રોક્યા હતા. જેમની ગાડી પર સેફટી ગાર્ડ નહિ લગાવ્યા હોય તેને તારો રૂપી સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા. આ ઉપરાંત વાહન ચાલકોને માર્ગ પર ગાડી આગળ આવતી દોરીથી બચાવા ગાડી ધીમી રફતાર સાથે, તેમજ ગળા મફલર કે રૂમાલ બાંધવા તેમજ ગાડી ધ્યાનથી ચલાવવા તાકીદ કરી હતી. આ ઉપરાંત ચાઇનીઝ દોરીના વેચાણ અને તેના ઉપયોગ પર પ્રતિબંધ છે. ત્યારે તેનો ઉપયોગ નહિ કરવા તાકીદ કરી હર્ષોલ્લાસથી ઉતરાયણ પર્વની ઉજવણી કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...