અંકલેશ્વર તાલુકાના અમરાતપરા ગામની સીમમાં અમરાવતી નદી કિનારે મોટી માત્રામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. જેને લઈ બુટલેગરોમાં નાસભાગ મચી હતી.
પોલીસે જેસીબી વડે દારૂની ભઠ્ઠીઓ તોડી નાખી હતી
અંકલેશ્વરના અમરતપુરા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ અનેક દારૂની ભઠ્ઠીઓ આવેલી છે. જ્યાંથી ભરૂચ જિલ્લામાં અનેક તાલુકાઓમાં દેશી દારૂનું વેચાણ કરવાં માટે મોકલાય છે. આ ભઠ્ઠીઓ ઉપર આજરોજ અંકલેશ્વર બી-ડિવિઝન પીઆઈ યુ.વી.ગદરિયા અને તેમના પોલીસ સ્ટાફે દરોડા પાડીને સપાટો બોલાવ્યો હતો. પોલીસના દરોડાઓ જોઈને બુટલગરોમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે સ્થળ ઉપરથી 31થી વધુ દારૂની ભઠ્ઠીઓ ઉપર અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે એકસાથે રેડ કરીને 22 આરોપીઓની ધરપકડ કરીને 25,800 લીટર વોશ રૂ.51,600, દેશી દારૂ 585 લીટર રૂ.11, 700, ત્રણ મોપેડ રૂ. 45,000 અને ફોરવહિલ ગાડી રૂ. 3,00,000 મળીને કુલ રૂ.4,08,300નો મુદ્દામાલ ઝડપી પાડીને પોલીસે સ્થળ પરથી તમામ દારૂની ભઠ્ઠીઓનો હાથથી અને જેસીબી મશીનથી નાશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.