હુમલો:અંકલેશ્વર કોંગ્રેસ અગ્રણી પર માથાભારે ઈસમે હુમલો કર્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેતન પટેલે પહેલા હુમલાનું જણાવી પાછળથી તેને અફવા ગણાવી

અંકલેશ્વર જીઇબી થી કામકાજ પૂર્ણ કરી કોંગી અગ્રણી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આદર્શ સોસાયટી પાસે અકસ્માત બાદ બનાવ બન્યો હતો. ઘટના અંગે હજી સુધી કોઈ જ પોલીસ ફરિયાદ ના નોંધાઈ નથી. અંકલેશ્વર વોર્ડ નંબર 9 ના કોંગ્રેસ અગ્રણી ચેતન પટેલ આજ રોજ પોતાના કામ અર્થે જીઇબી કચેરી ગયા હતા, કચેરી થી તેવો પરત ઘર કામ પૂર્ણ કરી આવી રહ્યા હતા તે દરમિયાન આદર્શ સોસાયટી પાસે તેની કાર જોડે કે.ટી એમ ચાલાક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સમયે બહાર આવે તે જ સમયે કાર્તિક બ્રહ્મભટ્ટ નામના ઈસમ તેમની ગાડીનો કાચ તોડી ફરાર થઇ ગયો હતો. ઘટનાના પગલે લોકો ટોળું એકત્ર થઇ જવા પામ્યું હતું. ઘટના ની જાણ અન્ય કોંગ્રેસ અગ્રણીઓ ને પણ થતા તેવો દોડી આવ્યા હતા. જો કે પાછળ થી ચેતનભાઈ પટેલ એ ટેલિફોનિક વાતચીત માં પોતાના પર થયેલા હુમલા ને અફવા ગણાવી વાતને ટાળવા નો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે હજી સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...