રોષ:અંકલેશ્વરમાં ત્રણ રસ્તા વિસ્તારમાંથી દબાણો હટાવાતા વેપારીઓમાં રોષ

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દબાણ દૂર કર્યા બાદ શાકભાજી વિક્રેતાઓને કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન કરવા તાકીદ
  • પથારા વાળાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી

અંકલેશ્વર ત્રણ રસ્તા માર્કેટ માર્ગ ને અડચણ રૂપ ટોપલા ધારકો પોલીસ તંત્ર એ દૂર કરી માર્ગ ખુલ્લો કર્યો હતો. પથારા વાળા ને કારણે ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાતી હતી. ત્રણ રસ્તા સહિતના વિસ્તારોમાં રોડ ની આસપાસ પથારા લગાવતાં ફેરિયાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. રોજગારી છીનવાઈ જતાં શાકભાજી વેચવા માટે આવેલી મહિલા બળાપો ઠાલવ્યો હતો. પોલીસ દ્વારા કોવિડ ગાઈડ લાઈન ના પાલન કરવા પણ શાકભાજી ટોપલા ધારકો ને તાકીદ કરી હતી.

અંકલેશ્વર ના વાહન વ્યવહારથી ધમધમતાં ત્રણ રસ્તા સહિતના વિસ્તારોમાં રોડ ની આસપાસ શાકભાજી ના પથારા લગાવતાં ફેરિયાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રોજગારી છીનવાઈ જતાં શાકભાજી વેચવા માટે આવેલી મહિલા ઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોરોના ની ત્રીજી લહેર ના વચ્ચે વચ્ચે અંકલેશ્વરમાં શાકભાજી વેચતી મહિલાઓ રોજગારીની ચિંતા સતાવી રહી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં શાકભાજી લઈને ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલાઓ અંકલેશ્વરમાં વેચવા માટે આવે છે.

મહિલાઓ ત્રણ રસ્તા કે અન્ય વિસ્તારોમાં બેસી શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચાલી જાય તેટલા રૂપિયા કમાય ને ઘરે પાછી જાય છે. ત્રણ રસ્તા પાસે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવવા માટે પથારાવાળા ને હટાવવાની કામગીરી પોલીસે શરૂ કરી હતી. ત્રણ રસ્તા વિસ્તારમાં ભરાતાં શાકભાજી બજારમાં ખરીદી માટે આવતા લોકો તેમના વાહનો આડેધડ રીતે પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.

પોલીસે પથારીઓ હટાવી લેવડાવતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અંકલેશ્વર નગરપાલિકા અમને જગ્યા ફાળવી નથી. તો અન્ય એક મહિલા મંજુ બેને પણ કઇ આવો જ સૂર વ્યક્ત કરી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. અને અંદર બેસવા ના પાલિકા સિવાય કેટલા લોકો ભાડું વસૂલી રહ્યા છે. તેમજ સ્થાનિક ના બદલે અંદર બહાર ના લોકો બેસી શાકભાજી વેચી રહ્યા છે અને સ્થાનિક ની રોજગારી છીનવાઈ રહી છે.

પાલિકા દ્વારા અમે બ્લોક બેસાડી આપે તો અમે રોડ ના બદલે અંદર થી ટ્રાફિક ને અડચણ ના થાય એવી રીતે બેસી શકીએ આ બાબતે પાલિકા પણ અમે રજૂઆત કરી છે. પોલીસ દ્વારા માર્ગ ને અડચણ રૂપ દબાણ દૂર કર્યા બાદ શાકભાજી વિક્રેતાઓ ને કોરોના ગાઈડ લાઈન નું પણ પાલન કરવા તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...